ભારતમાં સૌથી વધુ પાન-મસાલા-માવાનું સેવન થતું હોય તો તે ગુજરાતમાં થાય છે. અને તેમાંય સૌરાષ્ટ્રના જામનગરનાં પાનરસીયાઓ મશહૂર છે. કાથાના ઉત્પાદનમાં પણ મોખરે રહ્યું છે. જામનગર એક એવો વિસ્તાર છે કે જયાં આજે વાર્ષિક નકિક કરેલ રકમથી વર્ષ દરમ્યાન જેટલા પાન માવા હોય તેવી પ્રણાલી છે. આવા પાન રસીયાઓને પાંચ હજાર મુખવાસ ડબીઓનું વિતરણ કરીને એક નવો ગીનીસ વર્લ્ડ રેકર્ડ સ્થાપ્યો છે.સૌરાષ્ટ્રમાં હાલ તમાકુનું વ્યસન વધ્યું છે. માવા મસાલા સહિતમાં મોટા પ્રમાણમાં તમાકુનો વપરાશ થાય છે. જેથી મુખના કેન્સરના પ્રમાણમાં પણ વધારો થયા વર્ષે ૧૦ લાખ જેટલા લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે મુખવાસ દ્વારા તમાકુથી છૂટકારો મળી શકશે તેવી પહેલ કરવામાં આવી છે.
શહેરમાં વિશ્ર્વ તમાકુ નિષેધ ડે પર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટૂટ દ્વારા તમાકુના વ્યસનથી છૂટકારો મેળવવા માટે ૫ હજાર મુખવાસની ડબીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે. જેનો ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે.જામનગરમા શુક્રવાર તન્ના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડના અધિકારી કેવન સોલંકી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામને મુખવાસની ડબીઓ આપવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મુખવાસની ડબીમાં તજ, લવીંગ, વરીયાળી, ધાણાજી‚ વગેરેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. અને વ્યસનથી છૂટકારો મેળવવામાં મુખવાસ મહત્વની ભૂમિકા ભજવે છે.