લાઠી તાલુકા પંચયતનું સરાહનિય પગલું……
તાલુકા પંચાયત બોડીમાં કેન્સર પીડિત રપ દર્દીઓને
રૂ. પ હજારની સહાય કરવા થયેલ નિર્ણની અમલવારી
લાઠી તાલુકા પંચાયત દ્વારા કેન્સરના દર્દીઓને રૂપિયા પાંચ હજારની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં તથા ગુજરાત રાજ્યમાં કોરોના વાઇસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ગરીબ પરિવારની કામ ધંધા રોજગાર બંધ હોય ત્યારે તેઓ આર્થિક પરિસ્થિતિનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પોતાના ગુજરાન ચલાવવાના તથા તેમના બીમાર પરિવાર માટે સારવાર કરાવવાના પણ પૈસા તે લાવી શકતો નથી ત્યારે છેક લાઠી તાલુકાના છેવાડાની વ્યક્તિની કોઈપણ સમસ્યા માં મદદરૂપ થવું અને ખડે પગે ઊભા રહેવું, આ દિશામાં લાઠી તાલુકા પંચાયત પરિવારે ખૂબ જ પ્રેરણારૂપ પહેલ કરી છે.
લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેન્સરથી પીડિત દર્દીઓને નાણાકીય સહાય કરવાનો નિર્ણય સમગ્ર તાલુકા પંચાયત બોડી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પી તળાવીયા ના અધ્યક્ષ સ્થાને કેન્સર પીડિત ૨૫. દર્દીઓને દવાના ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી સાહેબ નું નિધન થયેલ હોવાથી રાષ્ટ્ર શોક જાહેર કરેલ હોવાથી કાર્યક્રમ મોકૂફ રાખી કેન્સરના દર્દીઓને વારાફરતી બોલાવી ચેક અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે પ્રમુખશ્રી જનકભાઈ પી તળાવીયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ઘનશ્યામભાઈ કાછડીયા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ એમ પરમાર પોપટભાઈ ગોરસીયા તેમજ પ્રવીણભાઈ કાકડીયા સહિત ના અગ્રણી ઓ રહ્યા હતા.