સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ભથાણ ગામની પ્રાથમિક શાળામાંથી અનાજ વિતરણ વ્યવસ્થા દરમિયાન વિતરણ કરવામાં આવેલા ચોખાનો જથ્થો ડુપ્લીકેટ એટલે કે ચાઇનીઝ પ્લાસ્ટિકના ચોખા હોવાનું જાણવા મળતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.
જેમાં લીંબડી તાલુકાના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં કર્યો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આ બાબતે લીંબડી પુરવઠા મામલતદાર કચેરી ખાતે પણ ટેલીફોન દ્વારા જાણ કરી હતી અને ભથાણ પ્રાથમિક શાળામાં જઇ ઘેરાવ કર્યો હતો અને આ બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો ના મુળ સુધી પહોંચી યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી કરી હતી. સાથે શાળામાં ભણતા ભુલકાઓના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાના આક્ષપ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.