આયુર્વેદ શાખા દ્રારા ૮ આયુર્વેદ દવાખાનામાં ૬૭૭૭૫ લોકોને ઉકાળાનું વિતરણ, ૬ હોમિયોપેથીક દવાખાનામા ૬૭૮૨૪ દવાનું વિતરણ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ પ્રતિરોધક ઉકાળા અને હોમીઓપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ આયુર્વેદ શાખાના નિયંત્રણ હેઠળ આવેલ ગીર સોમનાથ જિલ્લાના ૮ આયુર્વેદ દવાખાનામાં ૬૭૭૭૫ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ૬ હોમિયોપેથીક દવાખાનામાં ૬૭૮૨૪ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ૧૩૫૫૯૯ લોકોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકાળા અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નિયામકશ્રી આયુષ, આયુષ કચેરી, ગાંધીનગર દ્રારા અપાયેલ સુચના મુજબ આયુર્વેદ દવાખાના તરફથી પથ્યાદી અને દશમુલ ક્વાથ તથા ત્રિકટુ ચૂર્ણથી ઉકાળા બનાવી તેમજ ઉકાળા માટેના ઔષઘોના પેકેટ તૈયાર કરી દવાખાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર, તાલુકા કક્ષાએ વિતરણ કરાયું હતું.
લોકોને આયુર્વેદ સંહિતાઓ પ્રમાણે ત્રશ્ર્તુચર્યા મુજબનું પથ્યપાલન, આહાર-વિહારની સમજણ આપવામાં આવી હતી. જિલ્લાની ૬ હોમીઓપેથિક દવાખાના દ્રારા કોરોના વાયરસના પ્રતિરોધક માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય, દિલ્હીની ગાઈડ લાઈન મુજબ Arsenicum album નું વિતરણ કરવામાં આવ્યું હતું.