શહેરના વોડ; નં. 13 અને 14માં છેલ્લા પાંચ દિવસથી નળ વાટે દુષિત પાણીનુંવિતરણ થઈ રહ્યું હોવાની બુમરાડ ઉઠી રહી છે. રજુઆત કરવા છતા દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ થયો નથી જો આગામી મંગળવાર સુધીમાં દુષિત પાણીની સમસ્યા હલ નહી થાય તો કમિશનરની ચેમ્બર બહાર ધરણા કરવાની ચીમકી કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આજે તેઓએ મ્યુ. કમિશનરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતુકે વોર્ડ નં.13માં 15 વર્ષથી દુષિત પાણીનોપ્રશ્ર્ન સતાવતો હતો તાજેતરમાં ડીઆઈ પાઈપલાઈન બીછાવામાં આવતા એવુંલાગી રહ્યું હતુ કે લોકોને નળ વાટે સુધ્ધ પાણી મળશે પરંતુ ડીઆઈ પાઈપલાઈન પણ જાણે નિષ્ફળ રહી હોયતેવું લાગી રહ્યું છે.

છેલ્લા 5 દિવસથી નવલનગર, ધોલેશ્ર્વર, અંબાજી કડવા, અમરનગર સહિતના વિસ્તારમાં નળ વાડે દુષિત પાણીનો વિતરણ થઈ રહ્યું છે. આ અંગે રજૂઆત કરવા છતા તંત્ર હજુ સુધી ફોલ્ટ શોધી શકયો નથી જો મંગળવાર સુધીમાં દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ નહી થાય તો વોર્ડના લોકોને સાથે રાખીને કમિશનરની ચેમ્બરની બહાર ધરણા પર બેસી જવાની વોર્ડ નં. 13ના પૂર્વ કોંગી કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વોર્ડ 13 ઉપરાંત વોર્ડ નં.14માં પણ છેલ્લા બેદિવસથી દુષિત પાણીનું વિતરણ થતુ હોવાનું ફરિયાદ ઉઠી રહી છે.

તંત્ર દ્વારા એવું કારણ આપવામાં આવી રહ્યું છે. કે પાણીના ટાંકા સાફ કર્યા હોવાથી થોડી ધુળનુંપ્રમાણ વધ્યું છે. તેના કારણે પાણી ડોંહળુ આવુ રહ્યું છે. આવતીકાલ સુધીમાં પ્રશ્ર્ન હલ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.