નરોલી માર્ગ પહોળો કરવા માટે

સેલવાસમાં નરોલી માર્ગ પહોળો કરવા માટે દૂર કરાયેલા બાંધકામો જમીનનું ૭૨ વ્યકિતઓને વળતર ચૂકવવામાં આવ્યું હતુ.નરોલી માર્ગ પહોળો કરવા માટે નડતર રૂપ બાંધકામોનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં મકાનોની કંપાઉન્ડ વોલ, દિવાલો, દુકાનો તથા હોટલોના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી સામે લોકોમાં વ્યાપક વિરોધ ઉઠ્યો હતો અને તંત્ર સામે રોષ વ્યકત કરતા વાતાવરણ તંગ બન્યું હતુ.રોડ પહોળો કરવા જે બાંધકામો દૂર કરાયા હતા તે પૈકીનાં ૧૯૬૨થી પહેલા જે લોકોને કબજો હતા તેવા ૭૨ આસામીઓને વળતર માટે માન્ય કરવામાં આવ્યા હતા.બાકીનાને વળતર માટે હકકદાર માનવામાં આવ્યા નહતા. આ ૭૨ અસરગ્રસ્તોને તા.૧૭ માર્ચનાં રોજ વળતર ચૂકવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી નાયબ કલેકટર ડો. અપૂર્વ શર્માના હસ્તે સરપંચ પ્રિતીબેન દોઢીયાની હાજરીમાં વળતરના ચેક આપવામાં આવ્યા હતા.જમીનનું વળતર હાલના સર્કલ રેટ પ્રમાણે અપાયું હતુ બિન ખેતીની જમીનનં ચાર ગણું વળતર અપાયું હતુ.જમીન ધારકોએ વળતર મળ્યા બાદ સંતોષની લાગણી વ્યકત કરી હતી.માર્ગ પહોળો કરવા માયે પાંચ એકર જમીન ગુમાવનાર ભગવાનસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે તે જમીનનું યોગ્ય વળતરા મેળવીને ખૂશ છે.નરોલી નિવાસી રાજેશસિંહ સોલંકીને રૂા. ૨૧૫૯૫૩૪નું વળતામળ્યું છે. અન્ય જમીનધારકોને પણ સારૂ એવું વળતર ચૂકવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.