મેયર બીનાબેન આચાર્ય, અભય ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી સહિતના મહાનુભાવો આપશે હાજરી: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
તાજેતરમાં વિવિધ સમાજના જરૂરીયાતમંદ લોકોના આરોગ્ય માટે આશીર્વાદરૂપ એવી ગુજરાત સરકારની “માં વાત્સલ્ય યોજના અંતર્ગત “માં અમૃતમ મેગા કેમ્પનું આયોજન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં રાજકોટ ખાતે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બ્રહ્મ સમાજના જરૂરીયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ અપાવવા બ્રહ્મસેતુ ફાઉન્ડેશનના દિપકભાઈ ભટ્ટ, ભુદેવ સેવા સમિતિના તેજસભાઈ ત્રિવેદી તથા નથુતુલસી ઔદિચ્ય સમાજનાં નીલમબેન ભટ્ટે પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ કેમ્પમાં ભાગ લીધેલા બ્રહ્મ સમાજના લાભાર્થીઓને કાર્ડ પહોંચતા કરવા આવતીકાલે તા.૧૦/૩/૧૯ રવિવારે સાંજે ૪ થક્ષ ૬ બ્રહ્મપુરી વાડી ૭-કોટક શેરી, દિવાનપરા ખાતે બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં માં-અમૃતમ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના એ તમામ લાભાર્થીઓ કે જેઓને સંસ્થા દ્વારા ટેલીફોનીક અથવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવેલ છે. એવા લાભાર્થીઓએ અચૂક સમયસર ઉપસ્થિત રહી પોતાના માં-અમૃતમ કાર્ડ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
કાર્યક્રમનું ઉદ્ધાટન જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મ અગ્રણી અભયભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવશે જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધનસુખ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ, અશ્વીનભાઈ મોલીયા, ભીખાભાઈ વસોયા, જૈમીનભાઈ ઉપાધ્યાય, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, આરોગ્ય સમીતીના ચેરમેન જૈમિન ઠાકર સમસ્ત શ્રીગૌડબ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ જાની, ઉપપ્રમુખ શૈલેષભાઈ દવે તથા શ્રી નથુતુલસી ઔદિચ્ય સમાજના પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે.