રાજકોટ મધ્યસ્થ જેલમાં ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે. અને બોર્ડનું કેન્દ્ર પણ મધ્યસ્થ જેલ જ છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે સાહિત્ય પુસ્તકો મળી રહે તેવા હેતુથી સોનારભાઈ, પરમારભાઈ, યશપાલભાઈ, જયેશ ઉપાધ્યાય, રંજનબેન અને મંજુબેને જેલમાં રૂબરૂ જઈ ૨૦૦થી વધુ પુસ્તકો અર્પણ કર્યા હતા.
બોલબાલા ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર સન્માનને પાત્ર છે. તાજેતરમાં ‘અબતક’ દ્વારા પ્રસિધ્ધ થયેલા વિશેષ અહેવાલમાં જેલનાં કેદીઓની શિક્ષણની ભાવના વ્યકત થઈ હતી. આ અહેવાલ બોલબાલા ટ્રસ્ટ અને જેલના કેદીઓ વચ્ચે સુવર્ણ કેડી બની ગયા અને કેદીઓને પુસ્તક વિતરણનું સેવાકીય કામ આરંભાયું હતુ.