ગુજરાતમાં આ યોજના અંતર્ગત 58 લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે દર્દીઓની રૂ.11,590 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ઙખઉંઅઢ અને ગુજરાતની મુખ્યમત્રી અમૃતમમાં યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર ઙખઉંઅઢ-ખઅ અંતર્ગત 2,495 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં 2,471 નિયત કરેલ પ્રોસીજરો માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે.
હાલમાં રાજ્યની 1,709 સરકારી, 768 ખાનગી અને ભારત સરકારની 18 એમ કુલ 2,495 હોસ્પિટલ સંલગ્ન છે જેમાં અંદાજીત દરરોજ 3,509 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે
હાલમાં રાજ્યની 1,709 સરકારી, 768 ખાનગી અને ભારત સરકારની 18 એમ કુલ 2,495 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દરરોજ 3,509 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે જયારે આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોસાય તેવી આરોગ્ય સારવાર મળે અને તબીબી સેવા પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2014માં આ યોજનાને વિસ્તારીને રૂ. 4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આ યોજનાને મળેલ અભૂતપૂર્વ સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્રસ્તરે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અઇ ઙખઉંઅઢ સમગ્ર દેશમાં અમલી કરેલ છે. જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના હેઠળ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર મફત તબીબી સેવાઓ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.નોંધનીય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમમાં અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્યમાં યોજનાને સંકલિત કરી આ યોજનાઓના તમામ લાભાર્થીઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂ. 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજનાની મદદથી લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.