શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટની વધુ એક માનવ સેવા

કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયથી લઇએ અત્યાર સુધી શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જોરાવરનગર દ્વારા અનેક સેવા કિય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલ તથા તેમની ટીમ દ્વારા શનીવારના દિવસે સુરેનદ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે  તેમજ આજુ બાજુના વિસ્તારમાં ઘેર ઘેર ફરીને કોરોના સામે રક્ષણ આપતી આર્યુવેદીક હુમિનિટી પાઉડરની બોટલોનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. અંદાજે ૪૦૦થી વધુ પરિવારે આ દવાનો લાભ લીધો હતો. શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલ તથા તેમની ટીમે ખાસ કરીને સતત ૩૨ દિવસ સુધી ૧૪૦૦ થી ૧૫૦૦ લોકોના ઘરે ભોજન પહોચાડવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત ૧૦૦૦ હજાર કીટ બનાવીને લોકોના ઘર સુધી પહોચાડી હતી. આટલુ જ નહી પરંતુ લોકો બીમારીનો શિકાર ન બને તે માટે ૫૦૦૦ હજાર માસ્કનું પણ વિતરણ કર્યુ હતુ. આ ઉપરાંત સરકારી કચેરીથી લઇને જાહેર જગ્યાઓ ઉપરથી પસાર થતા લોકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે અમદાવાદથી ખાસ સેનેટાઇઝર મશીન બનાવડાવીને તંત્ર અને લોકોની સેવા માટે અર્પણ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.