હાલમાં ચાલતા કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારવા માટે પ્રાંત અધિકારી સાહેબ ધ્રોલના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકાના દરેક ગામે પાંચ દિવસ સુધી દરરોજ લગત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.અલ્તાફભાઈ ની આગેવાની હેઠળ ઉકાળા ની કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી છે.અને હડિયાણા ગામ ના માજી સરપંચ અને સેવા સહકારી મંડળી ના પ્રમુખ મગનભાઈ કાનાણી પણ ખાસ હાજર રહ્યા હતા..
આંગણવાડી વર્કર, આશા બેનો, ટીચર, તલાટી કમ મંત્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.
આ અંગે આશાબેન દ્વારા ગામમાં ઘરે ઘરે જઈ પ્રચાર કરવામાં આવે છે. આ કાર્યક્રમ માટે સ્થાનિક સ્વરાજ સંસ્થાના હોદેદાર તથા આગેવાનોનો સહકાર લઈ લોકોમાં ઉકાળા અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્ન કરવામાં આવેલ છે.