સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા હાલ કોરોના સંક્રમણને રોકવા અને રોગ પ્રતિકારક શકિત વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થઇ રહ્યું છે.
રાજકોટની સરકારી આર્યુવેદ હોસ્પિટલ દ્વારા કલેકટર રેમ્યા મોહનતથા કમીશ્ર્નર ઉદીત અગ્રવાલ અને ગુજરાત સરકારના સ્પેશિયલ નીમાયેલા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા અને આયુષ વિભાગના વિભાગીય નાયબ નિયામક ડો. જયેશ પરમાર દ્વારા રાજકોટ જિલ્લાના કોરોના સંક્રમણના હોટસ્પોટ એવા જંગલેશ્ર્વર વિસ્તારના લોકો માટે અંદાજીત ૪૦.૦૦૦ પેકેટ જેટલી દવાઓના જથ્થાઓનું વિતરણની કામગીરી જોરશોરમાં ચાલુ છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ તથા રાજકોટ મહાનગર પાલીકાના અંદાજીત ૬૦૦૦ જેટલા તમામ સ્ટાફ ગણ, વિવિધ સરકારી કચેરીઓ, વિવિધ પોલીસ હેડ કવાટર્સ, શહેરના વિવિધ સ્થળો તથા અન્ય ધણી સોસાયટીઓમા ખુબ જ બહોળા પ્રમાણમાં રોગ પ્રતીકારક શકિત વધારવા માટેના આર્યુવેદિક ઉકાળાનું વીતરણ કરવામાં આવી રહ્યું છે. તથા ઉત્સાહપૂર્વક લોકોને આપી રહ્યા છે.
આમ લોકોમાં પણ આ આર્યુવેદિક ઉકાળા વિષે સતત જાગૃતિ આવી રહી છે. અને તેને અપનાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા સરકારી કવોરોન્ટાઇનસેન્ટરો તથા એસીમ્ટોમેટીક દર્દીઓને આયુવેદિક દવા દર્દીનીની ઇરછા અનુસાર આપવાનો નવતર પ્રયોગનો પણ કાર્યક્રમ પણ ચાલી રહયો છે. જે પણ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે.