જાગૃત કર્મચારી મંડળ અને રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા થયેલું આયોજન
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત જાગૃત કર્મચારી મંડળ અને રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના સંયુક્ત ઉપક્રમે નાગરિક પરિવારજનો માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ ર્ક્યું હતું.
વિભાગીય નાયબ નિયામક (આયુષ) રાજકોટ અને રાજકોટ આર્યુવેદ હોસ્પીટલના વડા ડો. જયેશભાઇ પરમારના સૌજન્યી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત તમામ કર્મચારીઓ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, ડેલીગેટ અને ડિરેકટર મંડળને એક વ્યક્તિદીઠ બે પેકેટ આર્યુવેદિક ઉકાળા અપાયેલ. એક પેકેટનાં ૨૫ ટકા ભાગમાંથી ૪ વ્યક્તિ માટે ૧ દિવસનો ઉકાળો બને છે. ડો. જયેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘શરીર ત્યારે જ નિરોગી કહેવાય જ્યારે કફ, પિત્ત અને વાયુ સપ્રમાણ હોય. શરીરમાં કફ અને વાયુ દોષ વધે, પાચન શક્તિ ઘટે એટલે વાયરસનો પ્રભાવ વધે. જો ગળાની ચિકાસને કંટ્રોલમાં રાખીએ અને વાયુ જે વહનકર્તા છે તેને દાબમાં રાખીએ તો આ વાયરસ આપણા શરીરમાં તેનું સંક્રમણ વધારી શકે નહી. બસ આ જ કામ આ ઉકાળો કરે છે. આ ઉકાળાના નિયમીત સેવની શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો ાય છે અને ઘણા-બધા અસાધ્ય રોગમાં અકલ્પનીય ફાયદો પણ જણાય છે.’
આ વિતરણ કામગીરી વખતે ડો. જયેશભાઇ પરમાર (વભાગીય નાયબ નિયામક (આયુષ) રાજકોટ અનેઆર્યુવેદ હોસ્પીટલના વડા ), નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), બાવનજીભાઇ મેતલીયા (ડિરેકટર), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ટી. સી. વ્યાસ (એ.જી.એમ.), કામેશ્ર્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.), જયેશભાઇ છાટપાર (એ.જી.એમ.), નયનભાઇ ટાંક (સી.એમ.), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર), જાગૃત કર્મચારી મંડળમાંથી વિપુલભાઇ દવે (પ્રમુખ), પંકજભાઇ જાની (ઉપપ્રમુખ), ઇમ્તીયાઝભાઇ ખોખર (ટ્રેઝરર), કાંતિલાલ ઠુમ્મર (મંત્રી), રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.માંથી નલિનભાઇ જોશી (મંત્રી), નિલેશભાઇ શાહ (પરામર્શક), ઉમેદભાઇ જાની, જયંતભાઇ રાવલ, ભરતભાઇ કુંવરીયા, સાગરભાઇ શાહ અને દિલીપભાઇ જાદવ વગેરે ઉપસ્તિ રહ્યા હતા. વિતરણ કામગીરીનાં કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ જાનીએ અને આભાર દર્શન ઇમ્તીયાઝભાઇ ખોખરે ર્ક્યું હતું.