સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સોજીત્રા માર્કેટ, રૈયા રોડ રાજકોટ ખાતે હઠીલા રોગોનો ફ્રી નિદાન કેમ્પનું દવા સાથે તેમજ આગામી તુલસી વિવાહના દિવસને ધ્યાનમાં રાખી ફ્રી તુલસીના રોપાવિતરણ પણ કરવામાં આવ્યું હતુ આ તુલસી રોપાના વિતરણમાં મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા તેમજ દિપાબેન કાચાના માર્ગદર્શન હેઠળ મહિલા કારોબારી સભ્યો રેશ્માબેન સોલંકી, લીનાબેન શુકલ, શહેર ભાજપના ઉપાધ્યક્ષ કંચનબેન સિધ્ધપુરા, શિક્ષણ સમિતિના પૂર્વ વા. ચેરમેન અલ્કાબેન કામદાર, હર્ષિદાબા કનોજીયા, સિમાબેન અગ્રવાલ, શ્રદ્ધાબેન સિમેજીયા, સોનલબેન કાચા, અલ્કાબેન કામદાર, રશ્મીબેન લીંબાસીયા તથા મિનાક્ષીબેન લીંબાસીયા, ખ્યાતીબેન ભટ્ટ, ભાવનાબેન ચતવાણી, મનિષાબેન ટાંક, રમીલાબેન રાજયગુરૂ, રિનાબેન પટેલ તેમજ આનિદાન કેમ્પ અને તુલસીના રોપા વિતરણમાં પ્રમુખ સુરેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ ગુણવંતભાઈ ભટ્ટ, મંત્રી પ્રકાશભાઈ વોરા, ખજાનચી હેમંતસિંહ ડોડીયા, કિરીટભાઈ આડેસરા, તેમજ આ પ્રસંગે ઉપસ્થિતિમાં મહેન્દ્રસિંહ તલાટીયા, ધોળકીયા, ઈન્દ્રવદન રાજયગુરૂ, ડેનીશભાઈ પટેલ, દિનેશભાઈ દોશી, માધવ ગ્રુપના લાલભાઈ પોપટ, મનહરસિંહ ગોહિલ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ હતી આ નિદાન કેમ્પમાં રાજકોટના સુપ્રસિધ્ધ વૈધરાજ અશોકભાઈ આડેસરા તેમજ આયુર્વેદિક ડોકટર જોષી સાથે તેમનો સ્ટાફ પટેલભાઈ સહિતના તેમના સ્ટાફે અમૂલ્ય સેવા આપી હતી.
આ આયુર્વેદિક મેડીકલ કેમ્પમાં આશરે ૧૦૦ થી પણ વધુ લાભાર્થીઓએ ચેકઅપ કરાવીને નિ:શુલ્ક દવાનો લાભ લીધો હતો. સાથોસાથ તુલસીના રોપા ૧૫૧થી પણ વધુ અગ્રણીઓના હસ્તે જાહેર જનતાને વિતણ કર્યું હતુ.