હિન્દુ જાગરણ મંચ અને ધર્મ જાગરણ સમન્વય વિભાગનું હનુમાન જયંતી નિમિતે આયોજન: હનુમાન મંદિરના સંચાલકોને ધ્વજા મેળવી લેવા અનુરોધ
હિન્દુ જાગરણ મંચ અને ધર્મ જાગરણ સમન્વય વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ખાતે આવેલા બાલાજી મંદિરમાં ૮૦૦ ધ્વજાની પૂજન વિધિ કરવામાં આવી હતી. હવે આ ધ્વજાનું રાજકોટમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા હનુમાન મંદિરના સંચાલકોને અનુરોધકરવામાં આવ્યો છે.
હિન્દુ જાગરણ મંચના પ્રાંત મંત્રી રાજુભાઈ પિલ્લાઈ, મહાનગરના મંત્રી વિક્રમસિંહ પરમાર, ધર્મ જાગરણના મહાનગર સંયોજક રાજેશભાઈ શીંગાળા, સહ સંયોજક રમેશભાઈ કકકડ, મનસુખભાઈ લખતરીયા તથા મહેશભાઈ મિયાત્રા સહિતના કાર્યકરોએ સાળંગપુર હનુમાનજીના મંદિરે જઈને ધ્વજાઓનું પૂજન કરાવ્યું હતું.
આ સાથે તેઓએ કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીજીના આશિર્વાદ પણ મેળવ્યા હતા. આ વર્ષે ૮૦૦થી વધુ મંદિર સુધી ધ્વજા પહોંચાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. હાલ રાજકોટમાં કાર્યકર્તાઓ દ્વારા ધ્વજાઓનું વિતરણ ચાલુ છે. ધ્વજા મેળવવા માટે હનુમાન મંદિરોના સંચાલકોને વિક્રમસિંહ પરમાર મો.નં.૯૩૨૭૫ ૦૮૧૮૧, રમેશભાઈ કકકડ ૯૮૨૫૫ ૫૬૩૨૦ નો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.