સેવા કાર્યો માટે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અનેક પ્રયાસો

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ યુવા સેવા ગ્રુપ દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ અને આસપાસનાં ગામોમાં ૮૦ હજારથી પણ વધુ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતુ.

vlcsnap 2018 06 11 09h03m24s153vlcsnap 2018 06 11 08h59m02s82ગોંડલ સંપ્રદાયના નમ્રમૂનિ મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાજકોટ અને આસપાસના ગામોમાં રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. નમ્રમુનિ મ.સા.ના આર્શીવાદ દ્વારા નાના વર્ગનાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેવું ગ્રુપના સભ્ય તુષાર મહેતા દ્વારા જણાવામાં આવ્યું છે. સાથોસાથ નિરવ વોરા દ્વારા ‘અબતક’ને જણાવેલ કે તેઓ ઘરે ઘરેથી પસ્તી એકઠી કરી અને એની જે રકમ એકર્તિત થાય તે રકમને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવે છે.

vlcsnap 2018 06 11 09h02m44s8

સાથોસાથ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ફકત રાજકોટમાં જ નહિ પરંતુ સૌરાષ્ટ્રભરમાં લગભગ ૮૦ હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ તેવું ગ્રુપના સભ્ય સેતુર દેસાઈ દ્વારા જાણવા મળ્યું હતુ. કમલેશ લાઠીયા દ્વારા જણાવેલ કે ગ્રુપ દ્વારા આ સિવાય પણ બીજી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર્દીઓના સગાને આહાર તથા છાશ વિતરણ જેવા ઘણા કાર્યો કરવામાં આવે છે.

vlcsnap 2018 06 11 09h02m59s160

સાથોસાથ તેજસભાઈ દ્વારા ઉમેરવામાં આવ્યુ હતુ કે નમ્રમૂનિ મ.સા.ના આર્શીવાદથી છેલ્લા પાંચ વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે. અને જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી લાભ પહોચે તેવો ધ્યેય યુવા ગ્રુપનો છે. અંતે દેવેન્દ્રભાઈ સંઘવી દ્વારા જણાવામાં આવ્યું હતુ કે મધ્યમવર્ગનાં વિદ્યાર્થીને પૂરેપૂરો લાભ મળે બસ એટલો જ આશ્ર્ચર્ય છે.

vlcsnap 2018 06 11 09h03m31s221

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નમ્રમુનિ મ.સા.ના આર્શીવાદથી આવી સેવાકીય પ્રવૃત્તિ ભવિષ્યમાં પણ કાર્યરત રહેશે તેવો ભાવ દર્શાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.