દેવદયા ટ્રસ્ટ, અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદનું સંયુકત આયોજન

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર અર્પણ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ આનંદનગર, અયોધ્યા શાખા દ્વારા એનઆરઆઈ દાતા નગીનભાઈ તથા મંજુલાબેન જગડા, ભુપેનભાઈ તથા મીનળબેન મહેતાની ઉપસ્થિતિમાં ૩૦૦ અનાજની કીટ, ૧ હજાર ધાબળા, ૧ હજાર શિક્ષણકીટનું વિતરણ સહિતનાં કાર્યક્રમો યોજાશે. જે અંગે વિગત આપવા જગીનભાઈ જગડા, પ્રફુલ ગોસ્વામી, જેઠસુર ગુજરીયા, રાકેશ સોરઠીયા, વિનોદ પટેલ, કાનજીભાઈસિંધવ, વિનોદભારથી ગૌસ્વામી જેન્તીભાઈ ચૌંહાણ અને કાળુભાઈ પાનસુરીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આજરોજ સંસ્થા દ્વારા ૩૦૦ જરૂરીયાતમંદ પરિવારોને અનાજની કીટ તથા ધાબળા આપવામાં આવનાર છે.

વિવિધ સ્લમ એરિયામાં તથા ઝુંપડપટીમાં તેમજ સરકારી શાળાઓમાં ૧૦૦૦ ધાબળા તથા સ્વેટર મફલર ટોપી વગેરેનું વિતરણ કરવામાં આવશે તેમજ પાલીકા સંચાલીત શાળાઓ તથા જિલ્લા પંચાયત સંચાલીત ૫૦ શાળામાં અભ્યાસ કરતા ૧૦૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપયોગી થરૂ શકે તેવી શૈક્ષણીક કિટ સંસ્થા દ્વારા આપવામાં આવનાર છે.

નગીનભાઈ તથા ભુપેનભાઈ મહેતા અને ડો. રજનીભાઈ મહેતા દર વર્ષે ભારત આવીને આ પ્રકારનાં અનેક સેવાકાર્યો યોજતા રહે છે. તેઓ વિદેશથી ભારત આવીને હોટેલોમાં રહેવું હરવું ફરવું તથા કોઈ બિઝનેશ કરવાને બદલે આપણા દેશના જરૂરીયાત પરિવારો, બહેનો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે અનેક સેવા કાર્યો કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન, ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ, નિતિનભાઈ ભારદ્વાજ, અજીતસિંહ જાડેજા, હરિસિંગભાઈ સુવાગીયા, સુનિલભાઈ શાહ, રમેશભાઈ ઠકકર વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.