“હર ઘર તિરંગા” અભિયાનમાં પુજારા ટેલીકોમનું યોગદાન, 200 થી વધુ સ્ટોર પર રાષ્ટ્રધ્વજનું વિતરણ
ગુજરાતના અગ્રણી મોબાઈલ ફોન રીટેલર પુજારા ટેલીકોમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત એમના તમામ ગ્રાહકોને એક ખાસ બોક્સમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પુજારા ટેલીકોમના 200 થી વધુ સ્ટોર પર 15 મી ઓગસ્ટ સુધી આ વિતરણ ચાલુ રહેવાનું છે અને 25000 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે.
પુજારા ટેલીકોમનું “હર ઘર તિરંગા” અભિયાનમાં યોગદાન, દરેક ગ્રાહકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવી રહ્યા છે.
આ તકે પુજારા ટેલીકોમના ડીરેક્ટર દીપક ભટ્ટી એ જણાવ્યું હતું કે “દેશની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની ઉજવણી સર્વે ભારતવાસીઓ કરી રહ્યા છે, ત્યારે અમો પુજારા ટેલીકોમ પરિવાર પણ આ મહોત્સવને અમારા ગૌરવભેર ઉજવી રહ્યા છીએ. આ જ ઉજવણીના ભાગરૂપે અને ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત, આપણા સૌ દેશવાસીઓની શાન અને શાંતિ, પ્રેમ અને એકતાનું પ્રતિક એવો આપણો રાષ્ટ્રધ્વજ અમે અમારા ગ્રાહકોને ભેટ કરી રહ્યા છીએ.
પુજારા ટેલીકોમના 200 થી વધુ સ્ટોરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી,
25000થી વધુ ગ્રાહકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાય રહ્યું છે.
ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં આપણે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે અને આ પ્રગતિમાં મોબાઈલ ફોન અને સ્માર્ટ ટેકનોલોજીનો અમુલ્ય ફાળો છે. વર્ષોથી અમે પુજારા ટેલીકોમ પણ અવનવી ટેકનોલોજી અમારા ગ્રાહકો સુધી પહોચાડતા રહ્યા છીએ અને અમારા ગ્રાહકો માટેના લાઈફટાઈમ ટેકનોલોજી પાર્ટનર બનવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ.”