રોપ વિતરણનું કાર્ય કરી સર્જન ફાઉન્ડેશને સેવાની જયોત જગાવી છે: કમલેશ મિરાણી
તુલસીનું અન્ય પ્રાંતમાં ‘વૃંદા’ તરીકે પણ પૂજન થાય છે: રાધારમણજી સ્વામી
સર્જન ફાઉન્ડેશન દ્વારા પંચાનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ૨૫૧ જેટલા પવિત્ર તુલસીના રોપાનું સ્વામી નારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી રાધારમણદાસજી સ્વામી, જે.પી. સ્વામી અને શહેર ભાજપ કમલેશભાઇ મિરાણીના હસ્તે નિ:શુલ્ક વિતરણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને કરવામાં આવેલ હતું. આ તકે પંચનાથ મહાદેવ મંદિરના પ્રમુખ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડિયા, સેન્ય ગાર્ગી સ્કૂલના પ્રિન્સીપાલ અને સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, લાયન્સ કલબ સિલ્વરના પ્રેસીડેન્ટ રેશ્માબેન સોલંકી, રામેશ્ર્વર મંદિરને માતાજી ભારતીબેન ભટ્ટ, હિન્દ ન્યુઝના મહિલા તંત્રી સીમાબેન પટેલ, મહામંત્રી દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબા કનોજીયા, ભાવનાબેન ચતવાણી, ડિમ્પલબેન, ધુવીશાબેન, મીનાક્ષીબેન લીંબાસીયા, રશ્મિબેન લીંબાસીયા, પ્રતિમાબેન, જયોતિબેન, વર્ષાબેન નિમાવત તેમજ ગુણવંત ભટ્ટ, વિજયભાઇ કારીયા, પ્રકાશભાઇ વોરા, વિજયભાઇ પંડયા, ડેનીશભાઇ પટેલ, અજયભાઇ ગોહિલ, હેમંતસિંહ ડોડીયા, કિરીટભાઇ કાનાબાર, મુકેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ જાટીયા, ભરતભાઇ તેમજ પંચનાથ મહાદેવ મંદિરના સ્ટાફના હસ્તે ઉપસ્થિત દર્શનાથીઓ અને લાભાર્થીઓને તુલસીના રોપા વિતરણ કરેલ હતા. આ પ્રસંગે રાધારમણદાસજીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં તુલસી ખુબ જ મહત્વ ધરાવે છે. અને દરેક ઘરના આંગણમાં પવિત્ર તુલસીનો કયારો હોવો જરૂરી છે. તુલસી ધામિક માન્યતા સાથે માનવીને ખૂબ જ ઉપયોગી એવી ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિ છે અને તુલસીને અન્ય પ્રાંતમાં વૃન્દા તરીકે પૂજે પણ છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે, સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ ખૂબ જ સારૂ સમાજ ઉપયોગી કાર્ય કરે છે. સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય કાર્યો કરવાની સાથે સાથે ધાર્મિક અને હાલના કોરોના મહામારી અને લોકડાઉન સમયમાં જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ, મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પ દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે. જે માટે પ્રમુખ સુરેશભાઇ પરમાર, મહિલા પ્રમુખ રમાબેન હેરભા અને તેની સમગ્ર ટીમને બીરદાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા અને મહામંત્રી દિપાબેન કાચાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ અથાગ જહેમત ઉઠાવેલ હતી.