સંસ્થા દ્વારા કુલ ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ અપાઈ: ખામટા ખાતેના કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ

સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા છેલ્લા ૫ વર્ષથી બાળકોને તથા વિદ્યાર્થીઓને દરવર્ષે ૧ લાખથી પણ વધુ પેડ, પેન્સીલ, પેન, નોટબુક તેમજ અન્ય સ્ટેશનરી વિનામૂલ્યે આપવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ શ્રી સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ પરેશભાઈ હરસોડા કે જેઓ આરએમસીમાં વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર તરીકે લોકોની સેવા કરી રહ્યા છે.

IMG 20190123 WA0019 તેમની સાથે વિનોદભાઈ ભુવા, જયેશભાઈ હરસોડા, અરવિંદભાઈ હરસોડા, વિજયભાઈ હરસોડા, રાજુભાઈ સોરઠીયા તેમજ અન્ય સભ્યો દર વર્ષે અનાથ બાળકોને ફીની સહાય, વિઘ્વા સ્ત્રીને રાશનની સહાય પણ કરી રહ્યા છે ત્યારે સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા સભ્યોએ એમ.જે.માલાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટાની મુલાકાત લઈ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.IMG 20190123 WA0029આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢીયા, હંસરાજભાઈ લીંબાસીયા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-પડધરીના પ્રમુખ ડો.પી.જે.પીપરીયા, ઉપપ્રમુખ અમિતભાઈ ડોબરીયા, મંત્રી હેમંતભાઈ તળપદા, હસમુખભાઈ લુણાગરીયા, ભીમજીભાઈ ડોબરીયા, પડધરી પ્રેસ મીડિયા એસોસીએશનના પ્રમુખ ભૌમિકભાઈ તળપદા, મંત્રી સતિષભાઈ વડગામા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સત્યમ એજયુ. એન્ડ ચેરી.ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૧૦૪૦ વિદ્યાર્થીઓને પેડ, નોટબુક, પેન-પેન્સિલ તથા અન્ય સ્ટેશનરીઓ વિનામૂલ્યે આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે-સાથે બાળકોને ગમે ત્યારે કંઈ પણ સ્ટેશનરીની જરૂર પડે ત્યારે આ ટ્રસ્ટને યાદ કરવું તેવી પ્રમુખ દ્વારા ઘોષણા પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.