લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં યોજાયેલા સેવાયજ્ઞમાં પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તેમજ જાડેજા પણ જોડાયા
કોરોનાની કપરી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વને ભારત દેશ ઝઝૂમી રહ્યું છે ત્યારે પડધરી તાલુકાના અને હાલ રાજકોટ નિવાસી એન.સી.એલ. એગ્રો ફૂડ્સ એન્ડ વેદાંતીકા હર્બલસ ના સી.ઈ.ઓ. ડો. નારણભાઈ સી.લીંબાસીયાએ પડધરી તાલુકાના તેમજ સરપદળ, ખોડાપીપર, તરઘડી, ખજુરડી તેમજ અન્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૧૫૦ જેટલા જરૂરિયાત મંદ લોકોને ઘેર જઈ જરૂરી રાસન પૂરું પાડ્યું હતું. ડોક્ટર લીંબાસીયા નું કહેવું હતું કે લોકોએ નકામા ખર્ચાઓ છોડી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને દેશ પર આવેલી આ આફતને સાથે સૌ લોકોએ સાથે મળીને આ અણધારી આવી પડેલી આફતમાંથી મુક્ત થવા માટે બનતા પ્રયાસો કરવાની અને સૌ લોકોએ પોતપોતાના ઘરમાં લેવાની જ સલાહ આપી હતી.
આ સેવાકીય પ્રવૃત્તિમાં પડધરી તાલુકાના પી.એસ.આઇ જેવી વાઢીયા અને પી.એસ.આઈ. જાડેજાએ પણ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. સાથો સાથ મહેશભાઇ સુદાણી તથા પડધરી અબતક પ્રેસ મીડિયા ટીમે આ સેવાકીય પ્રવૃત્તિમાં સાથ આપ્યો હતો.