બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થીક અને સામાજીક રીતે પછાત એવા જંગલેશ્વર વિસ્તારમાં રખડતું-ભટકતું જીવન જીવનાર કુટુંબો દિવાળીના તહેવાર નો આનંદ લઇ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક અકસ્માતે આગ લાગતા જોત જોતામાં તેમાં રહેલા પરિવારો ની સામે તેઓના ઝુંપડા બળીને રાખ થયેલ આમ તેઓને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થીતી ઉભી થઇ ગઇ હતી.
પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સમાચાર સાંભળી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાઘ્યાય તથા તેમના સહયોગી સભ્યો જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી જઇ અસરગ્રસ્ત પરીવારો ને કરીયાણુ, ગાદલા ગોદડા, ઠામ-વાસણ તેમજ સુકો નાસ્તો અને બન્ને સમયના ભોજનની વ્યવસ્થા કરી હતી.
જયારે બીજે દિવસે અસરગ્રસ્ત વિસ્તારના ૪૦ જેટલા બાળકોને બોલબાલા મંદીરે લાવી તેઓને નવડાવી નવા સ્વચ્છ કપડા પહેરાવી નોટબુક, પેન્સીલ, લંચ બોકસ, સ્કુલ બેગ વગેરે અભ્યાસની તમામ ચીઝ વસ્તુઓ આપી હતી. અને બાળકોને નાસ્તો ભોજન આપેલ તેમજ બાળકોને શિક્ષણ અને સ્વચ્છતા અંગે સમજણ આપી હતી.
આ બન્ને કાર્યક્રમ ને સફળ બનાવવા ભકિતનગર પીઆઇ ગઢવીભાઇ પીએસઆઇ શુક તથા રેશ્માબેન સોલંકી તથા તૃપ્તીબેન રાજવીરે સહયોગ આપ્યો હતો.