ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી માનવરાહત, સોનલ સદાવ્રત યોજના ચાલે છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઈ ઈન્દુબાઈ મહાસતીજીના પરમભકતો તથા દાતાઓના સૌજન્યથી આ માનવ સેવા એજ પ્રભુ સેવાનું સુવ્યવસ્થિત-પારદર્શક સોનલબાઈ મહાસતીજીના માર્ગદર્શન હેઠળ આ માનવરાહતનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં દર મહિને અનેક વિવિધ જીવન જરીયાતની વસ્તુઓ અપાય છે. જેમાં આજે સવારે તેલ, ગોળ, ખાંડ, મમરા, પૌઆ, રવો, મેંદો, લાપસી, મગ, મીઠી સેવ, મોરા સાટા, મોતીચુર, ચાની ભુકી, તજ, લવિંગ, એલચી, મીઠાઈ, ચવાણું, છાશ, બાસમતી ચોખા, સુપર એવન મગ, તીખા ગાંઠીયા, ટોસ પાપડ સાબુ,ડ્રેસ, સાડી, શર્ટ, પેન્ટ પીસ, કાજુકતરી તથા રૂ.૧૦૦૦/- તેમજ ગરમાગરમ ચા-નાસ્તો આપવામાં આવેલ. આ પ્રસંગે દાતાઓએ હાજરી આપી અનુમોદના કરી હતી. આ પ્રસંગે દિલાવર દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, સંઘપદાધિકારીઓએ હાજરી આપી હતી. આજથી તીર્થધામમાં ધનતેરસથી ૪ દિવસ સવારે ૮:૩૦ થી ૯:૩૦ પુચ્છિસ્સુણંના જાપ ૯:૩૦ થી ૧૦:૩૦ વ્યાખ્યાન અને ગુરૂવારે બેસતા વર્ષે સવારે ૮:૩૦ કલાકે પૂ.ગુરૂણીમૈયાના મુખેથી નીકળેલું દિવ્ય-અદભુત અનુભૂતિનો અહેસાસ કરાવતું મહામાંગલિકનું જીવંત પ્રસારણ નાલંદા તીર્થધામમાં રાખેલ છે તો સર્વે ભાઈ-બહેનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. આજથી ચાર દિવસ નાલંદા તીર્થધામમાં પૂ.મહાસતીજીના દર્શન તેમજ જાપનો સેંકડો માણસો લાભ લેશે. આ પ્રસંગે ગીરધરભાઈ ગાંધી પરીવાર, રીનાબેન બેનાણી, રમેશભાઈ દફતરી મુંબઈવાળા, સમીરભાઈ દફતરી, ઈન્દિરાબેન મેતા હાજર હતા. આ પ્રસંગે પૂ.રતિલાલજી મ.સા.ની ૧૦૬મી જન્મજયંતી નિમિતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના પરમભકત તરફથી સ્પેશ્યલ સાડી ડ્રેસ, શર્ટ-પેન્ટ પીસ, મીઠાઈ તથા રૂ.૧૦૦૦/- રોકડા દરેકને આપવામાં આવેલ હતા.
Trending
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત