સામાન્ય લોકોની માન્યતા એવી હોય છે કે ડિસ્ટ્રેસ્ટ જીન્સ માત્ર હેપ લોકો જ પહેરે છે. પરંતુ એવું ની હોતું. ફર્સ્ટ ઓફ ઓલ તો તેમને ડિસ્ટ્રેસ્ડ જીન્સ એટલે શું એની જ માહિતી નથી હોતી. આપણા ભારતમાં લોકો ફેશન વિશે જે મંતવ્યો આપે એ જાણીને બહુ જ ખરાબ લાગે. લોકો એવું બોલતા હોય છે કે ફાટેલાં કપડાં પાછળ ફેશનના નામે કોણ પૈસા બગાડે? પણ ફેશન ફેશન હોય છે. તમને એ પહેરીને કોન્ફિડન્ટ ફીલ થાય છે એટલે તમે પહેરો છો. એક ડિસ્ટ્રેસ્ડ બોયફ્રેન્ડ જીન્સ આવે છે. આ જીન્સનું નામ અમેરિકનો દ્વારા આપવામાં આવ્યું છે. આ જીન્સ કમ્ફર્ટ ફિટમાં હોય છે. પુરુષોમાં જીન્સ કમ્ફર્ટ ફિટ હોય છે, જ્યારે મહિલાઓના જીન્સમાં હિપ્સ અને વેસ્ટ પર કટ જુદા હોય છે.

કલર્સમાં બ્લુ, લાઇટ બ્લુ, બ્લેક, ગ્રે બહુ જ સારા લાગે છે. ટીનેજી યુવાન અને ૨૦ થી ૩૦ વર્ષની મહિલાઓની, થાઇઝ અને કાફ પાસે ડિસ્ટ્રેસ્ડ હોય એવું જીન્સ પસંદ કરવું. આ ઉંમરની ગર્લ્સ વધારે ડિસ્ટ્રેસ્ડ જીન્સ પણ કેરી શકે છે. એમાંય સ્કિની ગર્લ્સ પર આ સ્ટાઇલ સૂટ થાશે.

૪૦ થી ૫૦ વર્ષની મહિલાઓએ તેમના ફિગર અનુસાર ડિસ્ટ્રેસ્ડ જીન્સ પસંદ કરવું. તેમણે થાઇઝ પરના ડિસ્ટ્રેસ્ડ જીન્સને અવોઇડ કરવું. આ ઉંમરમાં આ સ્ટાઇલના જીન્સ પહેરવાી તેઓ વધુ યંગ દેખાઈ શકે છે.

આ જીન્સ પર ૨૦ થી ૩૦ વર્ષ સુધીની મહિલાઓ ક્રોપ ટોપ, સિંગલેટ કે ગંજી પહેરી શકે છે. સ્કિન ફિટ જીન્સ સો બેલ્ટ, હામાં બ્રેસલેટ અને મોટી બેગ પર્ફેક્ટ લુક આપશે.

જો રાત્રે પાર્ટીમાં જતા હોવ તો ડિસ્ટ્રેસ્ડ જીન્સ સાથે બૂટ્સ તમારા લુકમાં ગ્લેમર વધારશે. એક્ચ્યુઅલી આ જીન્સ સાથે તો બૂટ્સ જ વધારે સારાં લાગે.

૪૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓએ ડિસ્ટ્રેસ્ડ જીન્સ પર ટોપ કે પ્લેન કલરની કુરતી પહેરી શકાય. તેઓ પેસ્ટલ રંગની કુરતી પહેરે તો વધારે સારો લુક આવશે.

તેમના ફિગર પ્રમાણે તેમણે સ્ટાઇલિંગ કરવું. તેમણે કુરતીના ફિટિંગનું ખાસ ધ્યાન રાખવું. કેવું પણ ફિગર હોય, પરંતુ ફિટિંગની બાબતમાં બાંધછોડ કરવી નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.