ડહોળા પાણીથી શહેરીજનો ત્રસ્ત: શહેરમાં પાણી, સફાઈ, રોડ રસ્તાના પ્રશ્ર્નો તાત્કાલીક પણે હલ થાય તેવી માંગ
જસદણમાં નગરપાલીકાએ ફરી ડહોળુ પાણી વિતરણ કરતા કેરબા પાણીથી ભરેલા ફોટાઓ ફરી વાયરલ થતા આ અંગે જાતજાતની મભમ વાતો પણ વ્હોટસએપના ગ્રુપના સભ્યોએ ટીપ્પણીઓ પણ કરી હતી જસદણમાં અનેક કારણોને લઈ ફિલ્ટર પ્લાન્ટ બરાબર ચાલતો ન હોવાથી વારંવાર ડહોળા પાણીની રાવ શહેરીજનોમાં ઉઠે છે.
પરંતુ ડરપોક અને સ્વહીતનું વિચારતી પ્રજા હોવાથી આ અંગે કોઈ વિરોધ થતો નથી છેલ્લા એક વર્ષમાં એક માત્ર જૂના ગરબી ચોક મેઈન બજારની મહિલાઓની ફરિયાદ સિવાય કોઈએ જાહેરમાં ફરિયાદ કરી નથી. આ ગામનો પ્રશ્ર્ન છે મારે શું? એવા વિચારથી પાલીકાને ફાવતુ જડી ગયું છે.
રાજકારણીઓ અને સભ્યિ પણ અકે મંચ ઉપર હોય એટલે આપણું તો કામ થઈ જાય છે. તેમની આવી નિષ્ઠાથી પ્રજાને પાણી સફાઈ ગટર રોડ રસ્તાનાપ્રશ્ર્નો વર્ષોથી મુંઝવે છે. ત્યારે એકમાસ પછી ફરી ગંદા પાણીના ફોટા વાયરલ થતા તંત્રએ સાફસૂફી આદરી હોવાનું જાણવા મળેલ છે. પણ ફિલ્ટર પ્લાન્ટમાં સાત લાખના ખર્ચ પછી પણ જો આવી સમસ્યાં રહેતી હોય તો તેનો કાયમી ઉકેલ જરૂરી બન્યો છે.
પાલીકા તંત્ર શહેરીજનો પાસેથી બારમાસનોપાણી વેરો ઉઘરાવે છે અને એક વર્ષમાં ફકત ૬૦ વખત કરતા પણ ઓછું પાણી આપે છે. જસદણની પ્રજાને હાલ પાંચ દિવસે ભર શીયાળામાં પ્રજાને હાલ પાંચ દિવસે ભર શીયાળામાંપાણી મળે છે. ઉનાળામાં તો દસ દિવસે પાણી મળે છે. મોટાભાગનું પાણી નર્મદા મહી યોજનાનુંઅને આલણસાગર તળાવમાંથી આપે છે.
ખાસ કરીને રાજકારણીઓ અને સરકારી કર્મચારીઓની મેલી મુરાદનાક કારણે શહેરનાંદરેક વિસ્તારોમાં ભૂતીયા નળ જોડાણોની સંખ્યા હજારોમાં છે. તેથી તેમનો ચાર્જ નિદોર્ષ નાગરીકોએ ચૂકવવો પડી રહ્યો છે ચૂંટાયેલા સભ્યો પોતાના સ્વાર્થ સાથે હોવાથી આ સમસ્યા ઉકેલાય તે માટે કોઈ સંકેતો સાંપડતા નથી ત્યારે ખરેખર સરકાર ચૂંટણી યોજે ત્યારે જસદણના એક પણ નાગરીકે મતદાન ન કરી પાલીકાનો વહીવટા હિમંતવાન અને ધગશવાળા અધિકારીઓ આવે તો જ શહેરની સમસ્યા ઉકેલાશે અને ગેરરીતિ બંધ થશે.