પરિવારની ઉપસ્થિતિમાં પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં
સાથેમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં અસ્થિનું વિસર્જન આજે સાથેમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર કરાયું હતું. ગત રાત્રે જ સ્વ. કેશુબાપાનાં પરિવારજનો સાથેમનાથ આવી પહોંચ્યાં. આજે વહેલી સવારે સોમનાથ ટ્રસ્ટ અને સ્વ. કેશુબાપાનાં પરિવારજનો દ્વારા અસ્થિવિસર્જન કરાયું હતું. સાથેમનાથ ટ્રસ્ટના તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઘાટ પર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અસ્થિવિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા.
સાથેમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પોતાના રાજકીય કાર્યકાળ બાદ સાથેમનાથ ટ્રસ્ટમાં સૌથી વધુ સમય સેવા આપી હતી અને સોમનાથમાં આવનારા યાત્રિકો માટે દાતાઓના સહયોગથી ખૂબ જ વિકાસનાં કામો કર્યાં હતાં તેમજ કેશુબાપાનાં ધર્મપત્ની સ્વ.લીલાવંતીબેન પટેલના નામે પણ કરોડોના ખર્ચે યાત્રિકોના આવાસ માટે લીલાવતી ભવનનું નિર્માણ કરેલું છે, જેનો દેશ-વિદેશથી આવતા યાત્રિકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અનેક કામોને વેગ આપ્યો છે. ત્યારે સાથેમનાથ મંદિરના સાંનિધ્યમાં આવેલા ત્રિવેણી સંગમ નદી ઘાટ પર સ્વ.કેશુબાપાનાં અસ્થિનું વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમનાં પરિવારજનો અને સાથેમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાતના રાજકારણમાં બાપા તરીકે જાણીતા કેશુભાઈ પટેલે જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો હતો. તેમણે જ ગુજરાતમાં સૌ પહેલા પાર્ટીને સત્તા પર બેસાડી હતી અને છેલ્લાં ૨૫ વર્ષથી સત્તા પર છે. ત્યારે કેશુબાપાના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.