૧૯૯૧નાં ડિસ્ટર્બ એરિયા એકટના અમલ સામે હાઇકોર્ટમાં બે જુદી જુદી અરજીઓ
રાજયમાં ૧૯૯૧નો ડિસ્ટર્બ એરિયા એકટ એટલે કે અશાંતધારો લાગુ કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં બે જુદી જુદી જાહેર હિતની અરજી કરી ડીસ્ટર્બ એરિયા એકટ રાજયના કોમી એખલાદ ભર્યા વાતાવરણમાં વૈમનસ્ય સર્જે તેમ હોવાનું જણાવી આ કાયદા પર રોક લગાવવા માંગણી ઉઠાવવામાં આવી છે આ અરજી સંદર્ભે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે.
તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવતા શહેરોનાં જુદા જુદા વિસ્તારોમાં અશાંત ધારો એટલે કે ડિસ્ટર્બ એરીયા એકટ ૧૯૯૧નો અમલ કરવા આદેશ જારી કર્યો છે. આ કાયદાનો અમલને કારણે કોઇપણ વિસ્તારમાં હિન્દુ વ્યકિત દ્વારા મુસ્લિમ વ્યકિતને કે મુસ્લિમ વ્યકિત દ્વારા હિન્દુ વ્યકિતને સ્થાવર મિલ્કતનું વેચાણ કરવા ઇચ્છે તો તે પૂર્વ મંજુરી લેવી ફરજીયાત બનાવવાની જોગવાઇ છે. ઉપરાંત આવા કિસ્સામાં મકાન ભાડે આપતા પૂર્વ પણ મંજુરી લેવી ફરજીયાત છે.
દરમિયાન ડિસ્ટર્બ એરીયા એકટની અમલવારી સામે નિશાંત વર્મા અને દાનીશ કુરેશી દ્વારા હાઇકોેર્ટમાં જાહેર હિતની અરજી કરી જણાવ્યું હતું કે રાજયમાં કોમી સુસંવાદિતા જળવાઇ રહે તેવું વાતાવરણ સર્જવાની જવાબદારી જે તે રાજય સરકારની છે વળી છેલ્લા વર્ષોમાં મિલ્કતોના વેચાણ વ્યવહારથી કોઇ કોમી વૈમનસ્થ સર્જાયા નથી ત્યારે શાંત કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં અશાંત ધારાના અમલ બાદ કોમ કોમ વચ્ચે વેમનસ્ય સર્જાય તેવી ભિતી પણ પીટીશનમાં વ્યકત કરવામાં આવી હતી.
વધુમાં વિવાદસ્પદ ડિસ્ટર્બ એરિયા એકટને લઇ હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશનને પગલે નામદાર હાઇકોર્ટ દ્વારા આ પીટીશન અંગે સુનાવણી હાથ ધરાઇ તેવી શકયતા જોવાઇ રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com