અબતક, રાજકોટ
રૂપાણી સરકારના પ્રધાન મંડળને સાગમટે ઘેરભેગુ કરી લેવાની હાઈ કમાન્ડની પેરવીથી ગુજરાતમાં ભાજપનું ઘર સળગી રહ્યું છે. ભારેલા અગ્ની વચ્ચે આજે બપોરે ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળની શપથવિધિ યોજાવાની છે. ત્યારે સિનિયર નેતાઓ જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, જવાહરભાઈ ચાવડા અને વાસણભાઈ આહિરને ફરી મંત્રી બનાવવામાં નહીં આવે ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેવી ચિમકી ઠેર-ઠેરથી ઉચારવામાં આવી રહી છે.
કુંવરજીભાઈને મંત્રી નહીં બનાવાય તો પરિણામ ભોગવવાની તૈયારી રાખશો, કોળી સમાજની ચિમકી:
કુંવરજીભાઈ બાવળીયાને નવા મંત્રી મંડળમાં સ્થાન ન મળતા હોવાના અહેવાલોથી જસદણ અને વિંછીયા પંથકમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ભાજપને એવી સ્પષ્ટ ચિમકી આપવામાં આવી છે કે જો બાવળીયાને કાંપવામાં આવશે તો ભાજપે માઠા પરિણામો ભોગવવા પડશે.
જવાહર ચાવડા અને વાસણ આહીરના સમર્થનમાં વિરોધ વંટોળ:
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રિય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાને કેબીનેટમાંથી પડતો મુકવાનો નિર્ણય થશે તો રામાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી સમયમાં જિલ્લા તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. તેવી ચિમકી અખિલ ભારતીય કોળી સમાજે વડાપ્રધાનને પત્ર લખીને આપી છે.
જયેશ રાદડીયાના સમર્થકો પણ ભાજપને દેખાડી દેવાની વેંતરણમાં: શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ
જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવાડીયા કે જેનો ભારત દેશના ૧૮ રાજયોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીપ કોળી સમાજ(રજી.) નવી દિલ્લીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજયમાં અંદાજે ૨૮% થી વધુ કોળી સમાજની વસ્તી ધરાવે છે, કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ વર્ષ જેઓ વર્ષ ૨૦૧૮ નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલ ત્યારે તેઓને માનભેર કેબીનેટ મંત્રી તરીકે સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા/તાલુકાનાં આગેવાનો/લોકો હર્ષભેર ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા પરંતુ હાલ ગુજરાત સરકારના મંત્રી મંડળમાંથી રિનાને પડતા મુકવામાં આવે તો સમાજને અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ સમાજમાં જશે જેના કારણે પીગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંભીર અસરો પડી શકે તેમ છે.
સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે ૨૮ થી ૩૦ જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે સામાજીક સમીકરણોને ધ્યાને લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચુંટણીઓ ઉપર પડી શકે તેમ છે ખાસ કરીને ભાવનગર, જુનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહીત-ર૧ બેઠકે ઉપર અસર પડી શકે અને ભા.જ.પ.ને મોટું નુકશાન જશે. બહુમની ધરાવના દરેક સમાજના સક્ષમ નેતા આગેવાનને સરકારમાં પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજ અપેક્ષા રાખે છે તેવામાં ગુજરાત સરકારની નો રીપીટ થીયરી ભકજ.પ.ના નિર્ણયથી સમાજમાં નારાજગી ઉભી થઈ છે અને કુંવરજીભાઈ બાવળીયાને ગુજરાન દેબીનેટમાં યોગ્ય સ્થાને મળે તેવી વિનંતી છે જો રજુઆતની ગંભીરતાને ધ્યાને લેવામાં આવશે. નધી તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે. જે ધ્યાને લઈ ભાજપ પક્ષ અને કોળી સમાજનાં હિતમાં યોગ્ય નિર્ણાય લેવા વિનંતી કરાય છે.
સૌરાષ્ટ્રમાં સરકારી ક્ષેત્રનું મોટુ માથુ ગણાતા અને છેલ્લે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી પદ ભોગવનાર જયેશભાઈ રાદડીયાને પણ નવા મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. જેનાથી જેતપુર, ધોરાજી, જામકંડોરણા પંથકમાં યુવાનોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. સામૂહિક રાજીનામાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. જો રાદડીયાને કાંપવામાં આવે તો તેની અસર સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર પડી શકે તેમ છે.
કોંગ્રેસનો સાથ છોડીને આવેલા આહીર સમાજના કદાવર નેતા જવાહરભાઈ ચાવડાને પણ મંત્રી પદેથી હટાવવામાં આવશે તેવી વાતો વહેતી થતાં આહીર સમાજના વિવિધ ગ્રુપોમાં ભારે વિરોધના સુર ઉઠી રહ્યાં છે. આજે આહીર સમાજના દિગ્ગજ આગેવાનોની એક બેઠક પણ યોજાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જવાહર ચાવડા સાથે વાસણભાઈ આહીરને પણ કાંપી નાંખવાની વાતો વહેતી થઈ છે. જો આહીર સમાજના બન્ને નેતાઓને ફરી મંત્રી નહીં બનાવવામાં આવે તો ગુજરાત આહીર સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચિમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે.
રૂ પાણી સરકારમાં પ્રધાનપદ ભોગવી રહેલા તમામ મોટામાથાને હવે ઘરભેગા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ફ્રેશ અને યંગ ચહેરાનો સમાવેશ કરવાની જે વાતો ચાલી રહી છે. તેનાથી ગઈકાલ સવારથી ભારે હોબાળો મચી ગયો છે. આજે બપોરે નવા મંત્રી મંડળની રચના બાદ નવા જૂનીના એંધાણ વર્તાય રહ્યાં છે.