જીલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને ગણપતિ મંડળો સાથે બેઠક: નિયમની કડક અમલવારી કરવાની કલેકટરની સ્પષ્ટતા

જામનગરમાં ગણપતિની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના નિર્માણ અને વેંચાણ અટકાવી સુપ્રિમકોર્ટના નિયમનું સખતાઇથી પાલન કરાવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે ગણપતિ મંડળ સાથેની મીટીંગમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.નિયમના અમલીકરણ માટે જુદા-જુદા વિભાગના અધિકારીઓની ટીમ બનાવી કડક કાર્યવાહી કરવામાં આવશે.મીટીંગમાં ગણપતિ મંડળોએ માટીની મૂર્તિનીની સ્થાપના કરવા સહમતિ દર્શાવી હતી.

ગણપતિની પીઓપીની મૂર્તિની સ્થાપના બાદ વિસર્જનના કારણે પાણીમાં પ્રદૂષણના કારણે સુપ્રિમકોર્ટ દ્વારા પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.આ આદેશનું પાલલન થાય તેમજ જામનગર પ્રદૂષણ મુકત રહે અને પ્રકૃતિનું રક્ષણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુરૂવારના ટાઉનહોલમાં ગણેશ મંડળો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મીટીંગમાં જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે,પીઓપીની મૂર્તિ પાણીમાં વિસર્જન કરવાથી પ્રદૂષણ થતું હોય ધર્મના રક્ષણને બદલે આપણે ધર્મ અને પ્રકૃતિને હાની પહોંચાડી રહ્યા છીએ.

મૂર્તિના વિસર્જન બાદ દરિયાકિનારે મૂર્તિની અવદશા જોવા મળે છે.

જામનગરમાં સુપ્રિમકોર્ટના આદેશનું સખતાઇથી અમલીકરણ કરાશે અને પીઓપીની મૂર્તિનું નિર્માણ અને વેંચાણ અટકાવાશે.

આ માટે સંબધિત વિભાગોના અધિકારીઓની ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ઉપસ્થિતિ મનપા,પ્રદૂષણ ક્ધટ્રોલ બોર્ડ,વનવિભાગ,પોલસીના અધિકારીઓને નિયમનું અમલીકરણ કરાવવા કાર્યવાહી માટે સૂચના પણ આપી હતી.

માટીના ગણેશ સ્થાપન કરી પર્યાવરણનું જતન કરવા સાથે ગણેશોત્સવ ઉજવવા જિલ્લા કલેક્ટરે નગરજનોને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.