આજે ૨૨ સમાજ સેવકો જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેમનું સન્માન કરાશે
શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપાનું આગમન થયું છે. નાના કે મોટ પંડાલોમાં વિઘ્નહર્તાનું શ્રધ્ધાપૂર્વક સ્થાપન કરાયું છે. રૈયારોડ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ સામે સાર્વજનીક ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ અંગે જણાવતા આયોજક રાજુભાઈ ઝુંઝાએ કહ્યું કે છેલ્લા નવ વર્ષથી અમે અહી ગણેશનું સ્થાપન કરીએ છીએ પર્યાવરણને ધ્યાનમા રાખી શરૂઆતથી જ અમે ઈકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કર્યું છે. અમારી કમિટીમાં ૨૫થી ૩૦ સભ્યો છે અને અહીના ગણપતિ મનોકામના પૂર્ણ કરે છે તેવું સૌ આયોજકોએ અનુભવ્યું છે.
આ પંડાલમાં દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે સામાજીક સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાય છે. આજે સાંજે મહાઆરતી બાદ ૨૨ સમાજ સેવકો કે જેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેમનું સન્માન કરવામાં આવશે અને આરતીમાં વોર્ડ નં.૧ અને ૯ના કોર્પોરેટર ઉપસ્થિત રહેશે મહત્વનું છે કે રવિવારે સાર્વજનીક ગણપતિ મહોત્સવના આયોજકો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે.