દિવ ખાતે ઈનેવો કારના અકસ્માતમાં સેલ્સમેનનું મોત નિપજયું ‘તુ
શહેરનાં સોની બજારમાં આવેલી જાણીતી પેઢી ઠાકોરજી જવેલર્સના સેલ્સમેન અર્જુન દુર્લભજીભાઈ મોઢવાડીયા ગત તા.૩૦.૫.૧૫ના રોજ જીજે ૩ ઈ આર ૪૫૦૦ નંબરની ઈનોવા કાર લઈને દિવ ગયેલા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં અર્જુનનું મોત નિપજયુંં હતું. બાદ મૃતકના વારસો દ્વારા રાજકોટની મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા અરજી કરી હતી. અરજદારના એડવોકેટે દલીલમાં દર્શાવ્યા મુજબ તેઓની મુખ્ય કામગીરી સેલ્સમેન તરીકેની હતી ગુજરનાર પેઈડ ડ્રાઈવર ન હતા ઉલટ તપાસમાં કબુલ કર્યા મુજબ અકસ્માત સમયે ગાડી દેવાંગભાઈ મોનાણીની હતી. આથી પગાર ચૂકવવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. વિમા કંપની માત્ર થર્ડ પાર્ટીનું રીસ્ક કવર કરતી હોય વળતર ચૂકવવા જવાબદાર નથી. ગુજરનારના વારસોએ વિમા કંપની પાસેથી કુલ રૂ. ૪૬૨૮૩૩ વ્યાજ તથા ખર્ચ મેળવવા માંગ કરી હતી.
મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ, રાજકોટ અરજદારોની વળતર અરજીરદ કરતા ચૂકાદા આપી ઠરાવેલું છે કે, એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યો. કાૃ. લી.ના એડવોકેટ પી.આર. દેસાઈએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાઓ રજૂ કરેલા ઉપરોકત હકિકત અને દલીલો ધ્યાનમાં લઈ ગુજરનાર વાહનના ડ્રાઈવર સાબીત થતા ન હોય પરંતુ પોતાના મીત્રની ગાડી ચલાવતા હોય, પોતાના વાહન માટે થર્ડ પાર્ટી ગણાય નહી આથી અરજદારની વળતર અરજી રદ કરવામાં આવેલી છે. તેવો ચૂકાદો મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ રાજકોટ આપેલો છે. આ કામમાં એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ કાૃ. તરફે એડવોકેટ પી.આર. દેસાઈ, રોકાયેલા હતા.