પ્રદેશ કોંગ્રેસે બે પક્ષ પલટુને ગેરલાયક ઠેરવવાના ચૂકાદાને આવકાર્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે કોંગ્રેસ પક્ષમાંથી પક્ષપલટો કરનાર સામે સરકારે નિર્ણય આપ્યો એ નિર્ણય લોકશાહી માટે યોગ્ય છે જયારે ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય કોઈપણ રાજકીય પક્ષમાંથી પક્ષ પલટો કરનાર વ્યક્તિ સામે આ પ્રકારનો ચુકાદો આપવો જોઈએ કોઈપણ રાજકીય પક્ષમાંથી ચૂંટાઈ ને આવેલ સભ્ય એ પ્રજા અને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવા વિશ્વાસઘાતીઓ સામે આ પ્રકારનો નિર્ણય આપવો જોઈએ.
કોંગ્રેસ પક્ષના ચિન્હ ઉપર ચૂંટાઈને આવેલ અને આમ આદમીમાં જોડાયેલ પક્ષપલટુ કોર્પોરેટરોને સરકાર દ્વારા ગેરલાયક ઠેરવવાના હુકમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવી વધાવવામાં આવ્યો હતો.
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે જે રીતે ગુજરાત સરકાર દ્વારા કાયદાને ધ્યાને રાખી હુકમ કરેલ છે તેથી પ્રજામાં જે ભયનો માહોલ છે ત્યારે માત્ર લોકોની આસ્થા ન્યાય તંત્ર ઉપર રહી છે ત્યારે આ બંને કોર્પોરેટરોને ન્યાયના હિતમાં ગેરલાયક ઠેરવાયા છે જેને અમો આવકારીએ છીએ.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ આ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ પ્રજાહિતમાં લેવાયેલ ચુકાદાનો તાત્કાલિક અમલ કરે અને વોર્ડ નં.15માં પેટા ચુંટણી જાહેર કરે. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ છે કે વોર્ડ નં.15ની પેટા ચૂંટણીમાં જીતી દેખાડો અને પ્રજાનો મત મેળવી દેખાડો. આજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદીપભાઈ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, ઘનશ્યામસિંહ જાડેજા, નરેશભાઈ સાગઠીયા, જયપાલસિંહ રાઠોડ, હાર્દિપ રાજપુત, ઘનશ્યામભાઈ મકવાણા, આશિસસિંહ વાઢેર, મુકુંદ ટાંક, મયુરસિંહ પરમાર, કેતનભાઈ જરીયા, ચંદ્રિકાબેન વારાણીયા, ભાવીશાબેન પરમાર, પુનમબેન રાજપુત, નાગજીભાઈ વિરાણી, પ્રહલાદસિંહ ઝાલા, મનોજભાઈ ગેડિયા, હેમંત સોઢા, જગદીશ સાગઠીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, વાલજીભાઈ બથવાર, ભાવેશભાઈ લુણાગરિયા, જીગ્નેશભાઈ ડોડીયા, હર્ષદભાઈ વઘેરા, રવિભાઈ ડોડીયા, કરશનભાઈ મુછડિયા, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર, વનરાજભાઈ ઝાપડા, અરવિંદભાઈ મુછડિયા, નરેશભાઈ પરમાર, રમેશભાઈ દૈયા, છત્રપાલ સિંધવ, વસંતભાઈ ચાવડા, હરેશભાઈ ગોહેલ, પુનમભાઈ ઘેડા, વિશાલભાઈ ઘેડા, દેવાંગ પટેલ, હિમતભાઇ મયાત્રા, વરજાંગભાઈ કરમટા, મહેશભાઈ પાસવાન, પુંજાભાઈ કરમટા, રાજુભાઈ કરમટા, રાજાભાઈ, હિતેશભાઈ મહેતા, રાજુભાઈ માંડલિયા, વિજયસિંહ ચૌહાણ, સલીમભાઈ કારીયાણી, રામભાઈ કોળી, રવિભાઈ પરમાર, સહિતના કોંગ્રેસના આગેવાનો-હોદ્દેદારો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા