ન્યાયધીશે, બાર પ્રમુખ- ઉપપ્રમુખના હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકાય

અકસ્માતમાં રૂ ૨.૦૮ કરોડ, ચેક રિટર્નમાં રૂ ૧.૨૦ કરોડનું વળતર મંજુર

રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલું તેના ભાગરુપે રાજય કાનુની સેવા સત્તા મંડળ હાઇકોર્ટના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં અપીલ અદાલતો, દીવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેમીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું.

વધુમાં રાજકોટ ડીસ્ટ્રીકટ બિલ્ડીંગમાં તા.રરને રવિવારના રોજ રાષ્ટ્રીય જેગા લોક અદાલતને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઇ, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એમ.એમ.બાબી, મુખ્ય સીનીયર સીવીલ જજ એ.વાય.દવે, ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રર ઇે.એમ. શેખ, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ આર.કે.મોઢ રાજકોટ બાર એસો.ના પ્રમુખ અનીલભાઇ દેસાઇ તથા બાર એસો.ના ઉ૫પ્રમુખ બકુલભાઇ રાજાણી નાઓના હસ્તે દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલી હતી સદર પ્રસંગે તમામ એપેલેટ જજીસ, રાજકોટ બારના સભ્યો એમ.એ.સી.પી. બારના પ્રમુખ તેમજ સભ્યો, વકીલશ્રીઓ તેમજ વીમા કંપનીના તથા પીજીવીસીએલના તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉ૫સ્થિત રહેલા હતા. આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઇ સાહેબ દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી.

આજના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી ૨૧૦૯૨ કેસો હાથ પર લેવામાં આવેલા જેમાંથી મોટર અસ્કમાત વળતરના ૧૩૦ કેસોમાં રૂ ૨૦૮૩૨૭૯૯/- જેટલી રકમનું સમાધાન થયેલું તેમજ ચેર રીટર્ન ના ૧૪૬૩ કેસોમાં રૂ ૧૨૦૯૨૨૯૬/- જેટલી રકમનું સમાધાન થયેલું તેમજ લગ્ન વિષયક તકરાર અંગેના ૧૫૩ કેસો તથા ૧૦૨૩ પ્રિ-લીટીગેશન કેસો મળી ૪૩૨૯ કેસોનો નિકાલ થયેલો છે. આમ, આજરોજ યોજાયેલા લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક-અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.