નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અન્વયે ગુજરાત રાજય કાનુની સેવા સભા મંડળ, ગુજરાત હાઈકોટ અમદાવાદના ઉપક્રમે રાજકોટ જિલ્લા સત્તા મંડળ દ્વારા રાજકોટ શહેર અને તાલુકા મથકે રાષ્ટ્રીય લોક-અદાલત યોજાવામાં આવી હતી.
આજરોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઈ સહિતના જજીસોએ દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકી હતી. લોક અદાલતમાં વિવિધ પ્રકારના ૧૫ હજાર જેટલા કેસો સમાધાન અર્થે નિકાલ કરવા મુકવામાં આવ્યા હતા.
દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકતી વેળાએ અધિક સેશન્સ જજ બી.પુજારા, બ્રહ્મભટ્ટ, એ.બી.ત્રિવેદી અને એમ.એમ.બાબી, આર.કે.મોઢ અને બાર એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસ, એમ.એ.સી.પી.ના રાજુભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોક અદાલતને સફળ બનાવવા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ સંજય વ્યાસ, સેક્રેટરી મનીષ ખખ્ખર, એમ.એ.એ.સી.પી.ના રાજેશભાઈ, કે.જે.ત્રિવેદી, ગોપાલભાઈ,પંકજભાઈ દેસાઈ અને મયંક પંડયા સહિતના એડવોકેટો હાજર રહ્યા હતા.રાષ્ટ્રીય લોક અદાલતના ક્રિમીનલ બાર એસો. દ્વારા વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચાર ર્કા હતા. અને આજની લોક અદાલતની કામગીરીથી અળગા રહી બહિષ્કાર કર્યો હતો ત્યારે ક્રિમીનલની પ્રેકટીસ કરતા વકીલો મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા.
જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય રાજકોટ ચેરમેન તથા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ આર.કે.દેસાઈએ જણાવ્યું હતુ કે આજની લોક અદાલત રાજકોટ જિલ્લા મથકે અને તાલુકા મથકે કાર્યરત કોર્ટમાં સીવીલ, ફોજદારી, અપીલ, એકિસડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ, પીજીવીસીએલ, લેબર ઈન્ડસ્ટ્રીયલ અને ફેમીલીને લગતા ૧૫ હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા અને બપોરનાં બે કલાક સુધીમાં ૨૫ થી ૩૦ યકા કેસોના સમાધાન ‚પી નિકાલ કરવામાં આવ્યો હતો.
આજની રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાંક પીજીવીસીએલના અધિકારી, બેંકના અધિકારી, વિમા કંપનીના અધિકારી અરજદારો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેસોનું સમાધાન‚પી નિકાલ કરવા પ્રયાસ હાથ ધર્યા હતા.
લોક અદાલતમાં કેસ પૂરો થાય ત્યારે પક્ષકારો દ્વારા જે કોઈ કોર્ટ ફી ભરવામાં આવેલ હોય તો તે પૂરેપૂરી પરત મળવાપાત્ર થાય છે. તેમજ બંને ઘરે દિવા થાય છે. બંને પક્ષકારો વચ્ચે હર્ષની લાગણી અનુભવાય છે. તથા બંને પક્ષકારો વચ્ચે કોઈ વયમન્સ્ય રહેતુ નથી તેઓનાં ભવિષ્યનાં સંબંધો પણ સુધરે છે. તેમજ સમાધાનથી નિકાલ આવેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યનાં વિવાદોથી પણ મૂકત થવાય છે.