ઈણાજ ખાતે બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસને યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા ૨૨૮૪ વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતતમાં ચોા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયોહતો.આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડમા સુધારો વધારો, માં અમૃત્તમ કાર્ડ સહિત સરકારી ૨૨ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લોકોને લાભ આપવામા આવ્યો હતો. ઈણાજ તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં અરજદારો આ સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી વાની સો જ તેઓના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ તુરંત નિકાલ કરાયો હતો.
આ પ્રસંગે મામલતદાર દેવકુમાર આંબલીયા, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો ઉકેલવામા આવ્યા હતા.