વેરાવળ તાલુકાના કાજલી ગામે પ્રા.શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા અરજદારોના ૨૧૫૭ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. ત્રણ તબક્કામાં વેરાવળ તાલુકામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૮૭૪૫૦ અરજીઓનું નિરાકરણ કરાયું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થી વાલીબેન રામ (બાદલપરા), મોતીબેન બારડ (બાદલપરા), પ્રવિણાબેન મેધનાથી (આજોઠા), ભાવનાબેન મેધનાથી (આજોઠા), જશુબેન ડોડીયા (સોનારીયા) અને પ્રજ્ઞાબેન ડોડીયા (ઈદ્રોય)ને મહાનુભાવોના હસ્તે ગેસ કિટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, વેરાવળ તાલુકાના ત્રણ તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારના ૧૪ અને શહેરી વિસ્તારના ૧૧, કુલ ૨૫ સેવાસેતુ કાર્યક્રમ થકી ૮૭૪૫૦ વ્યક્તિલક્ષી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. લોકો પ્રત્યે જાગૃત સરકારે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો ઘર આંગણે નિકાલ કરવામાં આવે છે. લોકોની સેવા કરવાનો સેતુ બંધાય તેવા સેવાસેતુ કાર્યક્રમમા સફળતા મળી છે.