બીજા તબકકામાં વોર્ડ વાઈઝ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તમામ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ સરકારી યોજનાઓના લાભ લેવામાં બાકી રહેલ લોકો માટે રાજય સરકાર દ્વારા ફરીી બીજા તબક્કા માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવા જણાવેલ જેના અનુસંધાને બુધવારે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં માં સંતોધી પ્રામિક શાળા ખાતે રાખેલ હતો. આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશભાઈ કારીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરીયાનાણી તેમજ તમામ વિભાગોના અધિકારીઓ, રાજય સરકારની કચેરીઓના અધિકારીઓ અને આ વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૦૭માં કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક ખાતે યોજાનાર બીજા તબક્કાના સેવાસેતુમાં પૂર્વ કૃષિ મંત્રી ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મંત્રી દેવાંગભાઈ માંકડ, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહિલ, ભાજપ અગ્રણી અનિલભાઈ પારેખ તેમજ તમામ વિભાગોના અધિકારીઓ, રાજય સરકારની કચેરીઓના અધિકારીઓ અને આ વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.આ ઉપરાંત વેસ્ટ ઝોનના વોર્ડ નં.૦૯માં રવિન્દ્ર ટાગોર પ્રા. શાળા નં.૬૪/બી, આર.એમ.સી. ગાર્ડનની બાજુમાં ન્યુ. બાલમુકુંદ પ્લોટ, સાધુ વાસવાણી રોડ ખાતે યોજાનાર બીજા તબક્કાના સેવાસેતુમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટે. કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર રૂપાબેન શીલુ, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, પ્રમુખ જયસુખભાઈ કારોટીયા, મહામંત્રી કમલેશભાઈ શર્મા, આશિષભાઈ ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર દીપાબેન ચીકાણી, પ્રવિણભાઈ મારૂ, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, શહેર યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૦૯ મહિલા મોરચના પ્રમુખ દક્ષાબેન વસાણી, તેમજ તમામ વિભાગોના અધિકારીઓ, રાજય સરકારની કચેરીઓના અધિકારીઓ અને આ વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલે, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, તા દેવાંગભાઈ માંકડ, દિનેશભાઈ કારિયા, રૂપાબેન શીલુ વિગેરેએ જણાવેલ કે રાજય સરકારની અને સનિક સ્વરાજ્યની સંસઓની યોજનાઓનો લાભ પોતાનાજ વિસ્તારમાં મળે તેવા શુભ હેતુી રાજય સરકાર દ્વારા રાજના તમામ મહાનગરોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવેલ હજુ પણ ઘણા લોકો સરકારની સેવાઓના લાભા લેવામાં બાકી હોય તેવા લોકોને ફરીી તક મળે તે માટે બીજા તબક્કાના સેવા સેતુ કાર્ય ક્રમ શરૂ કરેલ છે.જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નં.૬માં બીજા તબક્કાના સેવા સેતુ નો પ્રારંભ કરેલ છે શહેરના નગર જનો એ સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સરકારી યોજના આવક, જાતિ, ક્રીમીલેયર ડોમીસાઈલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડ, વરીષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગ ઓળખકાર્ડ, ડો આંબેડકર શિષ્યવૃતિ, કુંવરબાઈનું મામેરું વિગેરે અનેક યોજનાઓ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા લાગત મિલકતવેરા, નામ ફેર, શોપ રજીસ્ટ્રેશન, વોટર કનેક્શન, ડ્રેનેજ કનેકશન, જન્મ પ્રમાણપત્રમાં અમૃત કાર્ડ, બાળ સખા યોજના, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન ધન યોજના વિગેરે ૪૧ જેટલી અનેક યોજનાઓનો સમાવેશ ાય છે.
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૦૩માં કુલ ૬૦૫ અરજીઓ આવેલ તે પૈકી ૬૦૫ અરજીઓનો સ્ળ પર જ નિકાલ વોર્ડ નં.૦૭માં કુલ ૬૭૯ અરજીઓ આવેલ તે પૈકી ૬૭૯ અરજીઓનો નિકાલ વોર્ડ નં.૦૯માં કુલ ૮૬૪ અરજીઓ આવેલ તે પૈકી ૮૬૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.