રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુ થીનાગરિકોની વ્યક્તિગત રજુઆતોનો તેમજ રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯ના રોજ વોર્ડ નં-૧૨માં શક્તિનગર પ્રાથમિક શાળા, પરીન ફર્નીચર પાછળ, મેલડી માતાના મંદિર સામે, ગોંડલ રોડ, વાવડી ખાતે, વોર્ડ નં.૧૭માં શાળા નં.૫૨ રધુવીર સોસાયટી, અવધ મેડીકલ સ્ટોરવાળી શેરી, સહકાર મેઈન  રોડ ખાતે, તેમજ વોર્ડ નં.૧૮માં રણુજા મંદિર, કોઠારીયા રોડ ખાતે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

ચોા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૨માં કુલ ૪૧૭ અરજીઓ, વોર્ડ નં.૧૭માં કુલ ૫૪૯ અરજીઓ તથા વોર્ડ નં.૧૮માં કુલ ૬૩૫ અરજીઓ આવેલ, આ તમાંમ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે આધારકાર્ડ, વાત્સલ્યકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વિગેરે માટે અરજીઓ આવેલ. તે તમામ અરજીઓનો નિકાલ થયેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.