- ડિઝની-રિલાયન્સ બંને વચ્ચે થનારા 8.5 અબજ ડોલરના મર્જરના લીધે ક્રિકેટ પ્રસાર અધિકારો પર તેમની તાકાતથી હરીફોને નુકસાન થશે
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપી છે કે રિલાયન્સ અને ડિઝનીના મર્જરના લીધે હરીફોને નુકસાન થશે. બંને વચ્ચે થનારા 8.5 અબજ ડોલરના મર્જરના લીધે ક્રિકેટ પ્રસાર અધિકારો પર તેમની તાકાતથી હરીફોને નુકસાન થશે. એટલે શું ડિઝની-રિલાયન્સનું જોડાણ એકચક્રી શાસન તરફ જઈ રહ્યું છે? સીસીઆઇએ કંપનીને જવાબ આપવા માટે અને તેની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. હાલમા આ ચિંતાઓ તે વાત પર આધારિત છે કે જો બંને કંપનીઓનું મર્જર થાય તો જાહેરખબર આપનારાઓને કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેફરીઝનું કહેવું છે કે ડિઝની-રિલાયન્સના સંયુક્ત સાહસ પાસે ટીવી અને સ્ટ્રીમિંગ સેટમાં જાહેરખબર બજારનો 40 ટકાથી વધુ હિસ્સો હશે. આના લીધે સીસીઆઇને ચિંતા છે કે લાઇવ ઇવેન્ટ દરમિયાન દરો વધી શકે છે. સીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ કે.કે. શર્માનું માનવું છે કે આ મર્જરના લીધે નવા સાહસ પર ક્રિકેટનું સંપૂર્ણ નિયંત્રણ હોઈ શકે છે.આ પહેલા આ જ કારણસર સીસીઆઈ ઝી અને સોની વચ્ચેના દસ અબજ ડોલરના મર્જર સામે વાંધો ઉઠાવી ચૂક્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલાયન્સ અને વોલ્ટ ડિઝનીએ સ્ટાર અને વાયાકોમ 18ને મર્જ કરીને એક વિશાળ કંપની બનાવવાની જાહેરાત કરી હતી. નવા જૂથમાં 100 થી વધુ ચેનલો અને 2 સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હશે. આ સિવાય કંપની ઘણી હિન્દી અને પ્રાદેશિક ચેનલો પણ બંધ કરવા જઈ રહી છે. આ તેને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની કાર્યવાહીથી પણ બચાવશે. તેઓ હાલમાં સીસીઆઇ અને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. છઈંકના વાર્ષિક અહેવાલ મુજબ, 22.5 કરોડ ગ્રાહકો માસિક ધોરણે ઉંશજ્ઞ સિનેમા સાથે જોડાયેલા છે. વળી, ડિઝની હોટસ્ટારના 33.3 કરોડ યૂઝર્સ છે. અગાઉવીઆકોમ 18, તેના વુટ પ્લેટફોર્મને જીઓ સિનેમા સાથે પણ મર્જ કરી દીધું હતું. સૂત્રોનો દાવો છે કે એક જ પ્લેટફોર્મ હોવાથી કંપનીને ઘણી બચત થશે. આનાથી જાહેરાતની બાબતમાં યુટ્યુબને પણ સખત સ્પર્ધા મળશે. આ ઉપરાંત જીઓ સિનેમાને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે સ્પર્ધા કરવા માટે પણ બનાવી શકાય છે.