હ્રદય સંબંધીત બિમારીઓની સારવાર માટેના સાધનોની કિંમત નિર્ધારીત કરવા ભારતની તૈયારી
મેડીકલ સાધનોની કિંમતોની અધિકતમ સીમા નકકી કરવાના નિર્ણય પરના વિચારના અમેરિકી દરખાસ્તને ભારતે ફગાવી દીધું છે. સુત્રોના આધારે ભારતે અમેરિકાને કહ્યું હતું કે તે હાલ જેવા મેડીકલ સાધનોની કિંમત નિયંત્રીત થઇ શકે તેના જ દાયરા વધારશે અમેરિકા સ્ટેટ તેમજ ફની ટ્રાન્સપ્લાન્ટથી જોડાયેલા મેડીકલ સાધનોની પ્રાઇસ કંટ્રોલનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તેનાથી અમેરિકા બજારમાં પ્રભાવ પડી રહ્યો છે.
ભારત હ્રદય સંબંધીત બિમારીઓની સારવાર માટેના ૩ મેડીકલ સાધનોની કિંમતોનું નિયંત્રણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં મેડીકલ ડિવાઇઝ માર્કેટ પ અરબ ડોલરનું છે માટે તે અબોટ તેમજ બોસ્ટોન જેવી અમેરિકી કંપનીઓને આકર્ષે છે. ભારતે આ ક્ષેત્રમાં હદથી વધુ નફોરણતા લોકો પર લગામ રાખવા માટે પ્રાઇસ કંટ્રોલ નીતી અપનાવી છે ગયા મહીને યુએસટીઆરના આસિસ્ટન્ટ ટેડ માર્ક સાથેની બેઠકમાં ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે ભારતે નિર્ણય લીધો છે કે તે કોઇપણ દબાણ રાખવા માંગતા નથી તેથી ભારતની પ્રણાલી પર કોઇ ફેર પડશે નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,