સીએમના મુલાકાતીઓ પાસે પોતાના ટ્રસ્ટમાં ધરાર ધર્માદો કરાવતા હિતેશ પંડયના કાર્યકળ દરમિયાન અપાયેલા કોન્ટ્રાકટ અંગે તપાસ થશે
કિરણ પટેલના ષડયંત્રમાં સપોટ કરવામાં હિતેશ પંડયાની ભુંડી ભૂમિકાની ચર્ચા
પીએમઓ કાર્યાલયના સ્વાગમાં ફરી ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર કિરણ પટેલના ષડયંત્રમાં સીએમઓ કાર્યાલયના પીઆરઓ હિતેશ પંડયા સપોટ કરતો હોવાથી તેની હક્ાલપટ્ટી કરવામાં આવી છે. હિતેશ પંડયા છેલ્લા 22 વર્ષથી પીઆરઓ તરીકેના કાર્યકાળ દરમિયાન સરકારી કોન્ટ્રાકટ અપાવવામાં અને સીએમના મુલાકાતીઓ પાસેથી પોતાના ટ્રસ્ટમાં ધરાર ધર્માદો કરાવતા હિતેશ પંડયાને પીઆરઓમાંથી પાણીચુ આપવામાં આવ્યા બાદ અમિત પંડયા અને કિરણ પટેલ અંગેના શંકાસ્પદ વ્યવહારો અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
કાશ્મીરમાં પીએમઓના નકલી અધિકારીની ઓળખાણ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને બદનામ કરનારા ગુજરાતના મહાઠગ કિરણ પટેલના કેસના છાંટા ગાંધીનગર સચિવાલયમાં ઉઠ્યા છે. આ કેસમાં ગંભીર વિચારણાને અંતે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાને હોદ્દા પરથી અને તેમના પુત્ર અમિત પંડચાને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.મહાઠગકિરણ પટેલના તીવ્ર પડઘા ગાંધીનગરના સચિવાલયમાં પડ્યાં છે. હિતેશ પંડ્યા 2002થી મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમની નજીકના વર્તુળોના કહેવા પ્રમાણે તેમણે તટસ્થ તપાસ થાય તે માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી કાર્યાલયને છાંટા ઉડે તે પહેલાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હિતેશ પંડચાને મળેલો સરકારી બંગલો પણ તેમણે ખાલી કરી દીધો છે. કિરણ પટેલના કેસમાં મુખ્યમંત્રી કચેરી બદનામ થાય તે પહેલાં ઉચ્ચકક્ષાએ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
આ પગલું ભરતાં પહેલા હાઇકમાન્ડની મંજૂરી પણ મેળવી લેવામાં આવી હોવાનું ચર્ચાય છે. પુત્રની ખાનગી કંપનીને સરકારી કોન્ટ્રાક્ટ મળતા હોવાના આરોપ બદલ આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. હિતેશ પંડચા છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી કચેરીમાં એકાધિકાર ભોગવી રહ્યાં હતા. બીજીતરફ અમિત પંડ્યા કે જેઓ ભાજપના પ્રાથમિક સભ્ય છે તેમને પણ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, કેમ કે કાશ્મીર પોલીસ અને અન્ય તપાસનીશ એજન્સીઓની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ભાજપે મોડે મોડે તેમને સોશ્યલ મિડીયા સેલમાંથી પણ દૂર કર્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાએ સરકારમાંથી મેળવેલા સીસીટીવી નેટવર્કના કોન્ટ્રાક્ટ અંગે પણ તપાસના હુકમો કરવામાં આવ્યા છે. સરકારના ક્યા વિભાગો, કઇ શહેરી સંસ્થા અને ક્યા જાહેર સાહસોએ અમિત પંડ્યાની સેલ્ફ સોલ્યુશન કંપનીને ક્યા ક્યા કોન્ટ્રાક્ટ આપ્યાં છે તેની વિગતો પણ જાહેર કરવાના આદેશ કરવામાં આવ્યા છે. મહાઠગ કિરણ પટેલનો રેલો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ અને ભાજપના સ્ટેટ કાર્યાલય કમલમમાં આવ્યો છે. હાલ અમિત પંડ્યા જમ્મુ- કાશ્મીર પોલીસના કબજામાં છે.
સચિવાલયમાંથી મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયમાં હંગામી કે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ ઓફિસ સમય દરમ્યાન તેમનો મોબાઇલ ફોન વાપરી નહીં શકે તેવી મૌખિક સૂચના આપવામાં આવી છે. જો કે આ સૂચનાને સત્તાવાર સમર્થન મળતું નથી, પરંતુ ગુજરાત સરકારને બદનામ થતી અટકાવવા માટે ઉચ્ચકક્ષાએ આવા આદેશ અપાયા છે.
કોન્ટ્રાક્ટ કે હંગામી કર્મચારીઓની કોઇ જવાબદેહી હોતી નથી. સરકારી કામકાજના કાગળો હિત ધરાવતા તત્વોને મોકલી ન શકાય તે માટે આવો આદેશ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કર્મચારીઓએ માત્ર ઇન્ટરકોમનો ઉપયોગ કરવાનો રહેશે.
રાજ્ય સરકારે મુખ્યમંત્રી કાર્યાલયને સંવેદનશીલ ગણીને મોટા બદલાવ કરવાનું નક્કી કર્યુ છે. કિરણ પટેલ જેવા મગાઠગ સચિવાલયમાં કોઇ અનિચ્છનિય લાભ લઇ જાય નહીં તે માટે મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓએ સાવધાની રાખવાનું શરૂ કર્યું છે.