અબતક, રાજકોટ
સરકારે ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી તો આપી દીધી પણ આ વેળાએ તમામ તકેદારી રહે તે માટે અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ વિસર્જન માટે મંજૂરી ફરજીયાતપણે લેવી પડશે અને પીવાના પાણીના જળ સ્રોતમાં વિસર્જન થઈ શકશે નહીં.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા ડેમ, તળાવ, નદી, કૂવા જેવા જળ સ્ત્રોતોમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહિ : પ્રદુષણ નિયંત્રણ વિભાગના નિયમનું પાલન પણ કરવું પડશે
રાજકોટ જીલ્લા માટે એડી. કલેકટર કેતન ઠક્કરે તા. ૧૦ થી તા. ર૦ સુધીનું ગણેશ વિસર્જન અંગે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવાયું છે કે આગામી સમયમાં સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં. સક્ષમ સ્થાનિક સતા મંડળએ મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાય બીજી કોઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં. મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુહારાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને નામદાર હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈ પણ પદ્ધતિથી મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં