જાગનાથ વિસ્તારમાં થતી ધનવંતરી રથની કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનર

શહેરમાં જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે તે એરિયા અને આજુબાજુના એરિયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીસઇન્ફેક્શન અને મેલેથીઓન પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત મનપા દ્વારા ૫૩ જેટલા ધનવંતરી રથ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મોકલી રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જાગનાથ વિસ્તારમાં ધનવંતરી રથ દ્વારા થતી કામગીરી નિહાળી હતી.

શહેરના વોર્ડ નં. ૬ માં સિલ્વર નેસ્ટ સોસાયટી, લોર્ડ ક્રિષ્ના સોસાયટી, વોર્ડ નં. ૧૬ માં અંકુર સોસાયટી, કસ્તુરી કેસલ એપાર્ટમેન્ટ  અંબિકા ટાઉનશીપ, ગાર્ડન સિટી  સાધુવાસવાણી રોડ, વોર્ડ નં. ૧૨ વાવડી ગામ શેરી નં-૪, ગુંજન  અ,  સુખ સાગર સોસાયટી શેરી નં. ૧૦, વોર્ડ નં. ૧૩ માં વીર નર્મદ ટાઉનશીપ, મણીનગર, વોર્ડ નં. ૧ માં રામેશ્વર પાર્ક -૨ ના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા આ તમામ વિસ્તારો તેમજ તેની આજુ બાજુના વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ડીસઇન્ફેક્શન અને મેલેથીઓન પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.

મ્યુનિ. કમિશનરની સુચના અનુસાર પર્યાવરણ ઈજનેર  નિલેશ પરમારના માર્ગદર્શન હેઠળ જે-તે વોર્ડના એસ. આઈ, એસ.એસ.આઈ. સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.