મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ અંતર્ગત
ફોર્મ વિતરણ શ‚: પસંદગીની આઇટમમાં સ્ટાર્ટર, મેઇન કોર્સ અને ડેઝર્ટ: પ્રથમ પાંચ વિજેતાઓને ઇનામોથી નવાજાશે: આયોજક બહેનો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે
જૈન વિઝન દ્વારા આગામી તા. ૬-૩ ના શનિવારે બપોરે ૨.૩૦ કલાકે શૈઠ ઉપાશ્રય ૧૫૦ ફુટ રીંગ રોડ પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ મુકામે જૈનોના ચારેય ફિરકાઓના જૈન યુવક અને યુવતિઓ માટે જૈન ડિશ, કુકીંગ કોમ્પીટીશનનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. કોમ્પીટીશનને સફળ બનાવવા આયોજક બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આસ્પર્ધામાં પ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૨૫ વર્ષ, ૫૯ વર્ષથી ઉપર એમ ત્રણ કેટેગરી રાખવામાં આવેલ છે. પસંદગીની આઇટમમાં સ્ટ્રાટર, મેઇન કોર્સ: ડેઝર્ટ રાખેલ છે. જેમા ફોર્ચ્યુન કંપનીની સામગ્રી ફરજીયાત રહેશે(કોઇપણ એક) રાઇસ, બેશન ઓઇલ સામગ્રી ઉપર ફોર્ચ્યુન નું લેબલ સાથે ફરજીયાત લાવવાનું રહેશે.
માત્ર જૈન યુવક-યુવતિઓ ભાગ લઇ શકશે. કોઇપણ એક કેટેગરીમાં જે માન્ય રહેશે. નિર્ણયકોનો નિર્ણય અંતિમ રહેશે. સમય મર્યાદાથી ૧૦ મીનીટ વહેલા આવવાનું રહેશે. સંપૂર્ણ વાનગી ઘરેથી તૈયાર કરીને આવવાનું રહેશે. સંસ્થા તરફથી ટેબલની વ્યવસ્થા હશે. ઇલેકટ્રીક પ્લગ વ્યવસ્થા આપવામાં આવશે નહીં. વાનગીઓમાં કંદમૂળ ન વાપરવું સામગ્રીમાં વાપરેલ વસ્તુનુ લેબલ સાથે ફરજીયાત લાવવાનું રહેશે. સ્પર્ધકોને સ્યોર ગીફટ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવશે. અને વિજેતા સ્પર્ધકોને ભવ્ય ઇનામોથી નવાઝવામાં આવશે. ઉમર પ્રમાણે ૩ કેટેગરીમાં ૧ થી પ નંબરને ઇનામો આપવામાં આવશે.
વિશેષ વિગત માટે અમીષાબેન દેસાઇ (૯૬૮૭૮ ૨૪૫૪૨) જલ્પાબેન પતિરા (૯૯૯૮૨ ૫૯૯૨૭) નો સંપર્ક કરવો. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા વિભાબેન મહેતા, વંદનાબેન ગોસલીયા, હિમાબેન શાહ, રુતવી વોરા, બીનાબેન શાહ, મોનીકાબેન વોરા, કલ્પનાબેન પારેખ, નેહાબેન વોરા, અર્પનાબેન વોરા, દિપાલીબેન વોરા, મનીષાબેન શેઠ, છાયાબેન દામાણી, તૃપ્તિબેન સંઘવી, બીનાબેન સંઘવી, પૂનમબેન સંધાણી, ખુશ્બુબેન ભરવાડા, ફાલ્ગુનીબેન મહેતા, દર્શનાબેન વોરા, રિટાબેન સંઘવી, પાયલબેન વખારીયા, મીનાબેન શાહ, શીતલ કોઠારી, પ્રીતીબેન બેનાણી, દામીનીબેન કામદાર, અરુણાબેન મણિયાર, પ્રફુલાબેન મહેતા, મિતલબેન વોરા, નિરાલીબેન પારેખ, ભાવનાબેન દોશી, પ્રીતીબેન વોરા, સહીતના લેડીઝ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.