સેલવાસ નગરપાલિકા વિસ્તારમા ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનુ કામ ઠેર ઠેર ચાલી રહ્યુ છે, જેના કારણે શહેરના એકપણ એવો રસ્તો બાકી ના હશે જ્યા ખાડા ના ખોદેલા હોય,સેલવાસ વાપી મેઈન રોડ,ઝંડાચોકથી સચિવાલય તરફ જતો રસ્તો,સેલવાસથી નરોલી તરફ જતો રસ્તો જ્યા જોવો ત્યા મોટા મોટા ખાડાઓ ખોદેલા જોવા મળે છે,જેના કારણે વાહનચાલકોની સાથે સાથે રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે,ઝંડાચોક આઝાદી સ્મારક નજીક છેલ્લા એક મહિનાથી મુખ્ય રસ્તા પર વારંવાર ખાડો ખોદીને પુરી પાછો ખાડો ખોદી ઇલેક્ટ્રીક કેબલીંગનુ કામ કરવામા આવે છે,જેના કારણે વાહનચાલકો સાથે ઝંડાચોક પર આવેલ સરકારી શાળાના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ જેઓ આ રસ્તા પરથી પસાર થાય છે,અને સચિવાલય પર અધિકારીઓની ગાડીઓ પણ અહીંથી જ પસાર થાય છે,પરંતુ કોઈ જ આના પર યોગ્ય ધ્યાન આપતુ નથી,જેને કારણે સામાન્ય લોકોએ હેરાનગતિનો ભોગ બનવુ પડી રહ્યું છે,સેલવાસ પાલિકા દ્વારા ફક્ત આવા જાહેર રસ્તા પર લોકોને હેરાનગતિ કરનાર કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશેની અખબારી યાદી આપી સંતોષ માની લેવામા આવે છે.
ઝંડાચોક શાળાની નજીકમા જ એક મોટુ ચેમ્બર પણ બનાવવામા આવેલ છે જે પણ એક મહિનાથી ખુલ્લુ જ રાખવામા આવેલ છે,આ કેબલિંગના કામ કરતા કોન્ટ્રાકટરો શુ કોઈ મોટા અકસ્માત થાય એની રાહ જોઈ રહ્યુ છે કે શુ,અને પાલિકા દ્વારા પણ આવા કોન્ટ્રાકટરો જે સમય મર્યાદામા કામ પુર્ણ નથી કરતા તેઓ સામે કોઈ પગલા ભરશે કે કેમ એવુ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.