કેન્દ્રીય મંત્રીઓની ગુજરાતમાં યોજાનારી જાહેર સભાઓ, યોગ દિવસની ઉજવણી મુદ્ે પણ ચર્ચા કરાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં તોળાય રહેલા વાવાઝોડાના જોખમ, મોડુ ચોમાસુ, જળાશયોની વર્તમાન સ્થિતિ સહિતના મુદ્ે ચર્ચાઓ કરવામાં આવી હતી.
દર બુધવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળે છે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે.
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટમાં ગુજરાત પર તોળાય રહેલા બિયરજોય વાવાઝોડાના ખતરા, ચોમાસુ ખેંચાય અને જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો ઉભી થનારી જળ કટોકટી, કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી 11મી જૂનના રોજ રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં કેન્દ્રિય મંત્રીની જનસભા યોજાવાની છે. તેના મુદ્ે ચર્ચા કરાય હતી. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન અંગે પણ બેઠક યોજાઇ હતી.
સરદાર સરોવર ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણી છે જો વરસાદ ખેંચાશે તો પણ રાજ્યભરમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે સરકાર આગોતરૂં આયોજન ગોઠવી રહ્યું છે.