બગાયતી પાકોને થયેલી નુકશાનીનું વળતર ચૂકવવાની પણ સંભાવના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ સતત વરસી રહેલા વરસાદના કારણે બગાયતી પાકને થયેલા નુકશાનીનું વળતર ચૂકવવા પણ વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બૂધવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના તમામ સભ્યોની કેબિનેટ બેઠક મળે છે. જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને આગામી દિવસોમાં આવનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના કારણે ખરિફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે. આવામાં આગામી દિવસોમાં રાજ્યમાં ખાતરની અછત ન સર્જાય તેવું આયોજન કરવા ચર્ચા કરાય હતી.
આ ઉપરાંત આવતીકાલથી ફરી રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે કોઇ દુર્ઘટના ન સર્જાય તેવું આયોજન કરવાની તાકીદ કરાય છે. જે જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવશે.બાગાયતી પાકની નુકશાનીનું વળતર ચૂકવવાની વિચારણા શરૂ કરાય છે.