જમીન શા માટે ખરીદવામાં આવી હોવાની કોઇ સ્પષ્ટતા કરાઈ નથી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારે ભેંસાણ તાલુકાના સામતપરા ગામે આવેલ એક ફાર્મ હાઉસમાં મહેમાન ગતિ માણી હતી. અને આ ગામની રિલાયન્સ ગૃપે જમીન ખરીદી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે.
જાણવા મળતી વાતો મુજબ સૌ પ્રથમ રિલાયન્સના અધિકારીઓએ ભેંસાણ તાલુકાના સામતપરા ગામે મુલાકાત લીધી હતી અને સુરક્ષા સહિતના મુદ્દે તપાસ કરી હતી. આ માટે ઓબી વાન પણ આવી ગઈ હતી. ત્યારબાદ અંબાણી પરિવાર હેલીકોપ્ટરમાં આવવાના હોવાથી તેને લઇને હેલીપેડ પણ તૈયાર કરી દેવાયું હતું. બીજી બાજુ અંબાણી પરિવાર ભેસાણ પંથકમાં કેટલી જમીન ખરીદવાના છે તે અંગે હજુ અંબાણી પરિવાર તરફથી સ્પષ્ટ જણાવવામા આવ્યું નથી કે, લોકોને પણ જાણવા મળેલ નથી. પરંતુ ભેસાણ પંથકમાં અંબાણી પરિવારે જમીન ખરીદી હોવાની જોરદાર ની ચર્ચા થઈ રહી છે, તથા આ જમીન શા માટે ખરીદાઈ રહી છે તે પણ સ્પષ્ટતા થવા પામી નથી, ત્યારે આ બાબતે પણ ચર્ચાના અનેક ચકડોળ ચાલી રહ્યા છે.