કેશોદ, જય વિરાણી:
કેશોદ નગરપાલિકા કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં એકથી ચૌદ જુદા-જુદા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકામાં આવેલ રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતોનાં વધારવામાં આવેલાં વેરા અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ દરખાસ્ત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકા બી ગ્રેડમાં આવતી હોય એ ગ્રેડની નગરપાલિકા અને મહાનગરપાલિકાની સરખામણીમાં વેરો લાગું કરવાની વિચારણા કરવામાં આવી હતી.
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતોનાં નામફેર કરવામાં અત્યારે જે રકમ વસુલવામાં આવે છે. એમાં ફેરફાર કરવા ઉપરાંત સમયમર્યાદામાં નામફેર કરવામાં ન આવે તો વધારાની રકમ લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં નર્મદા નદી અને મહીપરીએજ યોજના હેઠળ પાણી પુરતાં પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું હોય છતાં જુના પાણીનાં બોરને રીબોર તથા નવાં બોર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
સાબરી વોટર વર્કસ યોજના કરોડો રૂપિયા ખર્ચીને ઉપયોગમાં લેવામાં આવતી નથી. કેશોદ નગરપાલિકામાં નામદાર કોર્ટનાં હુકમ થી ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર કરવાની પણ ચર્ચા કરાઈ હતી. તેમજ ઔધોગિક એકમોને ખુલ્લી જગ્યાનાં વેરા બાબતે પરિમર્શ કરાયું હતું.
કેશોદ નગરપાલિકાની કારોબારી સમિતીની બેઠક એકંદર વિવાદિત સુધારાઓને પ્રાધાન્ય આપનારી બની ગયેલી હોય પ્રાદેશિક કમિશનર અને નિયામક નગરપાલિકાઓ ગાંધીનગર ખાતે ફરિયાદ થાય એવાં સંકેતો મળી રહ્યાં છે.આ બેઠકમાં કારોબારી સમિતીનાં ચેરમેન મોહનભાઈ બુટાણી સહિતના કારોબારી સભ્યો અને નગરપાલિકા ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રીટેન્ડ પી. એચ. વિઠ્ઠલાણી હાજર રહ્યા હતાં.