રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા અનેકવિધ સાથે ભાગીદારી કરી
કરોડ પતિ હોય કે ક્લાર્ક માણસની જ્યારે ઉમર વધે ત્યારે તેની દ્રશ્ટિ અર્થાત વિઝન અને નિર્ણય શક્તિ નબળી પડી જાય છે. પરિણામે ડ્રાયવરની સીટ છોડીને પાછળની સીટ પર બેસવું તેના માટે અને કંપનીનાં માટે હિતાવહ હોય છૈ. કોઇ આ નિર્ણય તબક્કાવાર લે છે તો કોઇ એક ઝાટકે નક્કી કરી નાખે છે. મુદ્દાની વાત ઉપર આવીએ તો મુકેશ અંબાણીને હવે 67 મું વર્ષ ચાલે છે. જ્યારે તેમનાં જોડિયા સંતાનો આકાશ અને ઇશા 31 વર્ષના તથા અંનત 28 વર્ષના થયા. ઉંમર કહે છે કે મુકેશ અંબાણીઐ પાછળની સીટ ઉપર બેસવાનો સમય આવી ગયો છે. અને અંબાણી પરિવાર છેલ્લા બે-ત્રણ વર્ષથી આના આયોજનમાં પણ હતો જ. અંતે હાલમાં જ યુવા પેઢીની બોર્ડમાં એન્ટ્રી થઇ છે.
આ સાથે જ એક સાથે મલ્ટિપલ બિઝનેસમાં રિલાયન્સની એન્ટ્રીનાં સંકેત મળ્યા છે. સપ્ટેબર મહિનાની જ વાત કરીએ તો રિલાયન્સે ભારતીય ભાષાઓમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે એનવિદ્યા સાથે ભાગીદારી કરી છે. જે આગામી દિવસોમાં ભારતની વિવિધ ભાષાઓમાં એપ્લિકેશન અને સુપર કોમ્પ્યુટર જવા ઉપકરણો બનાવી શકે છે. આ ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઢી ભારતની સૌથી મોટી માગ એવી સેમિક્ન્ડક્ટર ચિપ્સનું ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની રણનીતિ સાથે વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. બાકી હોય તો હાલમાં જ ઇશા અંબાણીઐ આલિયા ભટ્ટની એડ-એ-મમ્મા એપરલ બ્રાન્ડમાં 51 ટકાની ભાગીદારીની જાહેરાત કરી છે. આજે દરેક ધંધામાં રિલાયન્સને આવવું છે. આને કહેવાય કર લો દુનિયા મુઠ્ઠી મેં..!
આજે બજાર કહે છે કે જે ધંધામાં અંબાણી કે અદાણી એન્ટ્રી કરે એ ધંધા માંથી અન્યોઐ એક્ઝીટ કરી લેવી અથવા તો આ કંપનીઓનં જોબ વર્ક શરૂ કરી દેવું. પરંતુ હાલમાં જે રીતે રિલાયન્સ બિઝનેસની નવી દિશાઓ શોધી રહ્યું છે તો જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં રિલાયન્સ બધા ધંધામાં હશે. તો શું અન્યોએ કોઇ બિઝનેસ કરવાના જ નહીં?
એનવિદ્યાને સહયોગથી જિયો જે નવું સાહસ કરશે તેનાથી જિયોના 45 કરોડ ગ્રાહકોને વિવિધ ભાષામાં સેવા મળે તેવી સંભાવના છે. આ ભાગીદારીમાં ઐનવિદ્યા પોતાની બે એડવાન્સ એપ્લિકેશન ગટઈંઉઈંઅ ૠઇં200 ૠફિભય ઇંજ્ઞાાયિ ભવશાત અને ગટઈંઉઈંઅ ઉૠડ ભહજ્ઞીમ આપશે જ્યારે જિયો અઈં કોમ્પ્યુટીંગ ડાટા સેન્ટરનું મેનેજમેન્ટ સંભાળશે. જેની આવનારા દિવસોમાં ક્ષમતા વધારીને 2000 ખઠ કરવામાં આવશે. અહીં સૌથી મહત્વની વાત એ છૈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનવિદ્યાનાં સી.ઇ.ઓ જેન્સેન હૌંગ સાથેની મુલાકાતનાં બીજા દિવસે જ બન્ને કંપનીઓએ ભાગીદારીની જાહેરાત કરી છે. રિલાયન્સની રાજકિય તાકાત કેટલી વધારે છૈ તે અહીં સમજી શકાય છે.
બીજીતરફ ઇશા અંબાણીઐ પોતાના હસ્તકની રિટેલ બ્રાન્ડના વિસ્તાર માટે આલિયા ભટ્ટની એપરલ કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ કંપની બે થી 12 વર્ષનાં બાળકો માટે કપડાં બનાવે છૈ. કુદરતી કાપડ અને પ્રાકûતિક થીમ આધારિત કપડાં બનાવતી આ બ્રાન્ડ હવે બાળકો માટેના ફર્નિચરનાં કારોબારમાં પણ ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત મેટરનીટી વેયરમાં નવી શ્રેણી ઉમેરવામાં આવશે. યાદ રહે કે આલિયાએ આ કંફની 2020 માં શરૂ કરી હતી જેને હવે રિલાયન્સ ગ્રુપનું મેનેજમેન્ટ મળશે. મૂળ તો આલિયાની પ્રેગ્નન્સી વખતે મેટરનીટી વેયર લોન્ચ થયા તો તેની પ્રસુતિની સાથે નવજાત શિશુઓ માટેનાં કપડા વેચવાનું શરૂ કર્યુ.
આલિયા અને ઇશા બન્નેને માતûત્વ અને પ્રસુતિનો તાજો અનુભવ છૈ તેથી એક પ્રોફડેશ્નલ પ્રેગ્નન્ટ મહિલાને કેવા કપડાંની જરૂર હોય તે સારી રીતે જાણે છે. બસ હવે તેઓ આ નોલેજનો પ્રોફેશ્નલ ઉપયોગ કરશે. આગળ જતાં આ બ્રાન્ડ બાળ વાર્તાઓ અને એનિમેટેડ સિરીઝ પણ શરૂ કરી શકે છે. હાલમાં રિલાયન્સ રિટેલે આવી 50 જેટલી સ્વદેશી અને વિદેશી કંપનીઓને સાથે લઇને ફેશન અને લાઇફ સ્ટાઇલ સેક્ટરમાં પ્રિમિયમ બ્રાન્ડ સાથે લક્ઝરી ગ્રાહકોને આકર્ષવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
હાલમાં ભારતમાં સેમિક્ધડક્ટર ચિપ્સની ભારે ખેંચ છે. અંબાણીઓ હવે આ સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહ્યા છે. આમે ય તે મોદી સરકાર ઘણા સમયથી સેમિક્ધડક્ટર ચિપ્સનું ભારતમાં મોટાપાયે ઉત્પાદન કરવાની હિમાયત કરી જ રહી છે. કારણ કે વર્ષ 2028 સુધીમાં આ ચિપ્સનું ભારતીય બજાર 80 અબજ ડોલરે પહોંચવાની ધારણા મુકાઇ છે. હવે વિચારો કે આવી કોઇ વિદેશી કંપની સાથે અંબાણીઓનું ગાોઠવાઇ જાય અને ત્યારબાદ ભારત સરકાર નવી કોઇ કંપનીને ભારતમાં એન્ટ્રી ન આપે તો રિલાયન્સનું વેચાણ અને આવક કેટલી વધૈ?યાદ રહે કે 1985 માં મુકેશ અંબાણીઐ જ્યારે રિલાયન્સનાં કારોબારમાં એન્ટ્રી કરી ત્યારે ગ્રુપની નેટવર્થ 1000 કરોડ રુપિયા હતી. જેને એક લાખ કરોડ સુધી પહોંચાડવાનું સપનું ભાગ્યે જ કોઇઐ જોયું હોય. હવે જ્યારે 31 વર્ષની ઉંમરે આકાશ જ્યારે વહિવટ હાથમાં લઇ રહ્યા છે ત્યારે કંપનીની નેટવર્થ 17.60 લાખ કરોડ રૂપિયા છે. સ્વાભાવિક રીતે જ મુકેશભાઇનાં ત્રણેય સંતાનો તેમની પોતાની નેટવર્થ 17 લાખ કરોડે લઇ જવા માગતા હોય તે સ્વાભાવિક છે. બાકી સફળતા અને નિષ્ફળતાનો ગ્રાફ તો સમય જ નક્કી કરશૈ..!